ઓસ્ટ્રેલિયાના ગોલ્સ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ રમતમાં ભારતીય એથલિટ્સનું સતત શાનદાર પ્રદર્શન ચાલુ છે. બીજા દિવસે ભારતીય વેઇટલિફ્ટર સંજીતા ચાનૂઅે ૫૩ કિલો વજનમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. સંજીતા ચાનૂએ કુલ ૧૯૨ કિલો વજન ઉઠાવ્યો હતો. તેમને ૮૬ કિલો સ્નેચ અને ૧૦૮ કિલો ક્લીન એન્ડ જર્કમાં સફળતાપૂર્વક ઉઠાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, સંજીતા ચાનૂ આ અગાઉ ૨૦૧૪માં રમાયેલ કોમનવેલ્થ રમતમાં ૪૮ કિલો વજનમાં ભારતને ગોલ્ડ જીતાડી ચુકી છે. તે ૨૦૧૭ માં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતી ચુકી છે.
મણીપુરની સંજીતા ચાનૂએ શાનદાર પ્રદર્શન કરી ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવી ભારતનું નામ રોશન કર્યુ છે. સંજીતા ચાનૂએ સ્નેચમાં ૮૪ કિલો વજન ઉઠાવ્યો જોકે ગેમ રેકોર્ડ રહ્યો હતો. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમને ૧૦૮ કિલો વજન ઉઠાવ્યું હતું. સિલ્વર મેડલ પાપુઆ ન્યૂ ગિનીની લાઉં ડિકા તાઉને મળ્યો હતો. તેમને કુલ ૧૮૨ કિલો વજન ઉઠાવ્યો હતો. કેનાડાની રચેલ લેબ્લાંગને ૧૮૧ કિલોના વજનના કારણે બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું.