રોજબરોજના જીવનમા અતી ઉપયોગી અેવી જીવન જરૂરી વસ્તુઓના ભાવને મોંઘવારીના દૈત્યે બાથ ભીડી છે. ઉનાળાએ હજુતો દસ્તક દીધી છે ત્યા શાકભાજીના ભાવ અાસમાનને અાંબી ગયા છે અામા ગૃહિણીઓનું બજેટ ખોરવાય તે સ્વાભાવીક છે.ગરમીની શરૂઆત થતા શાકભાજીનામાં વધારો થયો છે. ખાસ કરીને બટાટા અને લીંબુનો ભાવ અચાનક વધી ગયો છે. અમદાવાદ બજારમાં બટાટાનો પ્રતિ કિલોનો ભાવ રૂ.20 છે અને લીંબુનો ભાવ પ્રતિ કિલોનો રૂ.160 છે.
રાજયમાં જ નહી સમગ્ર દેશમાં અન્ય શાકભાજીની સરખામણીએ બટાટાની સૌથી વધુ માગ રહે છે. તમામ પ્રકારના કઠોળ અને શાકભાજી કરતા બટાટાનો ઉપયોગ સૌથી વધુ આહારમાં થાય છે. તેમજ અનેક કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારની બટાટાની ચીપ્સ અને વેફર બનાવવામાં આવે છે.બાળકોને બટાટા ખુબજ પ્રિય હોય છે તો પાણીપુરીથી લઈને સમોસા જેવા નાસ્તામાં પણ તેનો ઉપયોગ થાય છે.
ગરમીની સીઝનમાં લીંબુનો વપરાશ અન્ય સીઝન કરતા વધી જાય છે. લોકો ગરમીમાં લીંબુ સરબત વધુ પ્રમાણમાં પીવે છે. બીજી તરફ ઉનાળામાં લીંબુની આવક ઓછી રહે છે જેના કારણે લીંબુના ભાવમાં પણ દર વર્ષે ઉનાળામાં વધારો જોવા મળે છે.