Jioના ગ્રાહકો માટે ખુશખબર છે કે રિલાયન્સ Jioની પ્રાઇમ સબસ્ક્રીપ્શન 31 માર્ચના રોજ એટલે કે આજે પૂરી થઇ રહી છે. ગત વર્ષે કંપનીએ પ્રાઇમ મેમ્બરશીપની શરૂઆત કરી હતી,જેની વેલિડિટી 31 માર્ચના રોજ પૂરી થવા જઇ રહી છે.રિલાયન્સ Jioએ જાહેર કર્યુ છે કે તમામ જિયો પ્રાઇમ મેમ્બર્સ જેમણે 31 માર્ચ 2018 સુધીનું સબસ્ક્રીપ્શન લીધું છે તેમને એક વર્ષ સુધી સર્વિસ ફ્રી મળશે. તેના માટે તેમણે કોઇ એક્સ્ટ્રા ચાર્જ આપવો નહી પડે. જો કે કંપનીએ તેમ પણ જમાવ્યું છે કે આ ઑફર લિમિટેડ પિરિયડ માટે છે, તે ક્યારે પૂરી થશે તે અંગે કોઇ જાણકારી આપી નથી.
જે પણ Jio યુઝર્સ 1 એપ્રિલ 2018 બાદ પ્રાઇમ મેમબરશીપ માટે સબસ્ક્રાઇબ કરશે તો તેમને 99 રૂપિયા આપવા પડશે જે એક વર્ષ માટે માન્ય રહેશે. ઉલ્લેખનીય છે કે આ ફક્ત પ્રાઇમ મેમ્બરશીપને લગતી વિગતો છે ટેરિફ પ્લાન્સ અંગે નહી, કારણ કે ટેરિફ પ્લાન્સ અગાઉ જેવા જ રહેશે, તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યાં નથી.