મોરબી પોલીસે ડિવાયએસપીની આગેવાનીમાં ગતરાત્રીના સઘન ટ્રાફિક ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન ૩૪૨ વાહન ચાલકો ને રૂ. ૫૦૪૫૦ નો જંગી દંડ ફટકારી કાયદા નું ભાન કરાવાયું હતું. મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ની સુચના થી મોરબી જિલ્લા ના તમામ પોલીસમથક માં વાહનો નું ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ડીવાયએસપી બન્નો જોશી ની આગેવાની માં ગત રાત્રીના નવ વાગ્યા થી જુદા જુદા વિસ્તારો માં પોલીસ દ્વારા વાહનચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે કુલ ૬૮૫ વાહનો ચેક કાર્ય હતા તેમાં વધુ સ્પીડે વાહન ચલાવતા ૧૬ વાહનચાલકો, ૧૧ અડચણરૂપ રાખેલ વાહનચાલકો,કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા ૧ વાહન ચાલક,વાહનના જરૂરી કાગળો સાથે ન રાખતા ૨૪ વાહનચાલકો,તેમજ અન્ય ટ્રાફિક કાયદાનો ભંગ કરનારા જુદા જુદા કુલ મળી ૩૪૨ વાહન ચાલકો ને સ્થળ પર જ કુલ રૂપિયા ૫૦૪૫૦ નો હાજર દંડ ફટકારી ટ્રાફિક નિયમો નો ભંગ કરનારા સામે મોરબી પોલીસે લાલ આંખ કરી હતી એક જ રાત્રી માં આટલા મોટા દંડ થી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે મોરબી ની પ્રજા હજુ ટ્રાફિક ના નિયમો થી કેટલી અજાણ છે વાહન ચાલકો પણ પોતાની જવબદારીઓ સમજે અકસ્માતના બનાવ બનતા અટકાવી શકાય છે,


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.