ન્યુઝ
જાફરાબાદ
જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક ગઈ રાત ના સમયે એક ફોર વ્હીલ અને એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં પીતા અને પુત્ર કુલ 2 લોકોના કરુણ મોત નીપજ્યા….
રાજુલા ખાતે રહેતા પિતા પુત્રનું કરુણ મોત નીપજ્યા આ પરિવાર રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પુત્ર ધર્મસિંહ ભાઈ મહિપતભાઈ ગોહિલ ઉ. મ વર્ષ 18 નુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયુ છે અને પીતા મહિપત સિંહ ભીખુભાઈ ગોહિલ ઉ. વ 39 નું વધુ સારવાર માટે ૧૦૮ મા જાફરાબાદ સરકારી હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે સારવાર મળે તે પહેલા રસ્તામાં મોત નિપજ્યું હતુ . પિતા પુત્રના કરુણ મોત નીપજતા આ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી….. બંને પિતા પુત્રને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે….:
જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક ટ્રક અને ફોરવીલ નો અકસ્માત સર્જાયો…..
જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક એસ આર પેટ્રોલ પંપ પાસે ગમખ્વાજ અકસ્માત સર્જાયો….
ટ્રક અને ફોરવીલના અકસ્માતમાં ૧ વ્યક્તિ નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત નીપજ્યા….
બીજા વ્યક્તિને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં લઈ જતા હતા ત્યારે સારવાર મળે તે પહેલા રસ્તામાં જ મોત થયુ હતુ
આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા…
જાફરાબાદ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી…
જાફરાબાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે