અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વર્ચૂઅલીઉપસ્થિતિમાં તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યાજી ની અને મોરચના પ્રમુખ ગૌતમભાઇ ગેડિયા, મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી ટુડિયા,રાજયનામંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો. યુવા જોડો અભિયાન માટે 8980 014 014 નંબર જાહેર કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોરચાના પ્રમુખ ગૌતમભાઇ ગેડિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે 14મી એપ્રિલના દિવસે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વરા યુવા જોડો અભિયાનની શુરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી સવા લાખ યુવાનોને જોડવામાટેનો સંકલ્પ ભાજપના કાર્યકરોએ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે વડાપ્રધાન બન્યા પછી પણ અનુસૂચિત જાતિ સમાજના બાળકોને મદદ મળે તે માટે અનેક યોજનાઓ સમર્પિત કરી છે અને ગુજરાત સરકારે પણ અનેક નિર્ણયો અને યોજના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના દરેક વ્યકિતને લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે તેની સાથે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીએ સમાજના આગેવાનોને મળીને સમાજની સમસ્યાઓ જાણીને તેની ચર્ચા કેન્દ્ર અને રાજય સ્તરે કરી છે જેના સારા પરિણામ આપણને મળ્યા છે.
11 જેટલી અનુસૂચિત જાતિની રિઝર્વ સિટમાં 10 જેટલી બેઠકો જીતી શક્યા છીએ તે દર્શાવે છે કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ મોરચાના તમામ મતદાર ભાઇ-બહેનો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને રાજયમાં ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં સંતુષ્ટ છે. અનુસૂચિત જાતિ સમાજ ઘણા વિશ્વાસ સાથે ભાજપ સાથે જોડાયેલો છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ડો.બાબા સાહેબ આબેડકરજીના વ્યક્તિત્વને વધુ ઉગારવાનું અને યુવાનો તેમના જીવનથી પ્રેરણાલે તે માટે સફળ પ્રયાસ કર્યા છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીને ચૂંટણીમાં હરાવનાર કોણ હતા,રાજકારણમાં દુર કરવાનો પ્રયત્ન કોણે કર્યો તે પણ હવે સમાજ હવે સારી રીતે જાણે છે અને તેમના મૃત્યુ પછી પણ તેમનુ વ્યકિતત્વ જનતા સમક્ષ ન આવે તે માટે જગ્યા કે ફંડ કોંગ્રેસ દ્વારા ફાળવવામા નથી આવ્યું તે પણ આજે સમાજના લોકો જાણે છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીના માર્ગદર્શનમાં આજે સમાજ ચાલી રહ્યો છે તેથી સમાજ આજે પ્રગતીના પંથે છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીએ શિક્ષણ પર ખૂબ ભાર મુક્યો હતો અને આજે સમાજના યુવાનો શિક્ષણ મેળવી દેશ અને રાજયના વિકાસમાં સિંહ ફાળો આપી રહ્યા છે. યુવા જોડો અભિયાન સફળ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.