ગાંઘીનગર કમલમ ખાતે અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો શુભારંભ થયો છે ત્યારે આ નિમિત્તે આ કાર્યક્રમમાં મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યાએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નોને પુરો કરવા આજે યુવા જોડો અભિયાનનો પ્રારંભ થયો છે. આપણે એ ભારતના નાગરીક છીએ કે જ્યા ડો.બાબા સાહેબ આંબેડકરજી જેવા વ્યક્તિઓએ જન્મ લીધો છે.
આ દેશમાં દલિત, આદિવાસી યુવાનોને ભ્રમિત કરવા ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરજીએ સામાજીક અન્યાય સામે સંઘર્ષ કર્યો છે તેનાથી પ્રેરણા લેવી જોઇએ. આજે કેટલાક રાજકીય પક્ષો અને સંગઠનોએ બાબા સાહેબની તસ્વીર લઇને ભડકાવવાનું કામ કરે છે તેને બાબા સાહેબ આબંડકરજીએ ભારતના સંવિધાનમાં ગુન્હો ગણાવ્યો છે. બાબા સાહેબે દેશની એકતા અને અંખડતા અને આર્થિક રિતે બરાબરી લાવવા ઘણો સંઘર્ષ કર્યો છે.
લાલસિંહજીએ વધુમાં જણાવ્યું કે, દેશ આઝાદ થયો તેને 75 વર્ષ થયા આ વર્ષોમાં ઘણા વર્ષો સુઘી કોંગ્રેસે દેશમાં રાજ કર્યુ પરંતુ બાબા સાહેબના આદર્શો પર કામ નથી કર્યુ. આઝાદી પછી અનુસુચિત જાતિ મોરચાના પહેલી વખત 12 મંત્રીઓ બન્યા છે આ કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમાજના લોકો માટે અનેક યોજનાઓ લાવી વિરોધી રાજકીય પાર્ટીઓનું બોલવાનું બંધ કરવી દીધું છે.
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ડો.બાબા સાહેબ આંબેડકરજીના માર્ગ પર ચાલીને ગરિબોનુ કલ્યાણ કરી રહ્યા છે તો તે ગરીબ આજે મોદી સાહેબનો વિશ્વાસુ બન્યા છે અને આજે ભાજપ સાથે જોડાયેલો છે. કોંગ્રેસે સંવિધાનને નબળુ કર્યુ હતુ તે ને ભાજપે એક દેશ એક સંવિધાન બનાવીને મજબૂત કર્યો છે. કોંગ્રેસે બાબા સાહેબે આંબેડકરના સંવિઘાનનું અપમાન કર્યુ હતું અને આજે દેશના નાગરિકોએ સંવિધાનની રક્ષા માટે કોંગ્રેસને સત્તા થી દુર કરી છે.