કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સુરતના ભુતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ યુ. કે. જેઠવા તથા સર્ટીફાઈડ એનર્જી ઓડીટર જે. આર. વ્યાસની સાથે વિવિધ ઇન્ડસ્ટ્રીઝના અન્ય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક સંસ્થા તેમજ અન્ય ઈજનેરી સંસ્થાઓ, પોલીટેકનીક કોલેજો તેમજ અન્ય સંસ્થાઓમાં ભણતા ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. ઇવેન્ટ્સમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે બૂટ-કેમ્પનું આયોજન કરવામાં પણ કરાયું હતું. વધુમાં શાળાના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સંસ્થા સાથે સંકળાયેલા અને સાંફ્રાન્સિસ્કો, અમેરિકાની બ્લૂ હોરાઇઝન કંપનીના ફાઉન્ડર CEO શંકર હેમાડે સાથે અભ્યાસ અને કારકિર્દી માર્ગદર્શન માટે વન-ટુ-વન ઓનલાઈન લાઈવ વાર્તાલાપ કરવાની તક મળી હતી. સંસ્થા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ આ પ્રકારના આયોજનનો મુખ્ય હેતુ ઈજનેરી ક્ષેત્રે તેમનો રસ અને રુચિ કેળવાય અને મહતમ અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ પોતાની કારકીર્દી તરીકે ઈજનેરી વિદ્યાશાખાને પસંદ કરતાં થાય તે માટે હતો. તમામ વિદ્યાર્થીઓનો અને પ્રાધ્યાપકોનો ઉત્સાહ વધારવા વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલે પણ સંસ્થામાં આયોજીત આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેઓએ દરેક વિભાગમાં મૂકવામાં આવેલ કૃતિઓને નિહાળી હતી અને વિદ્યાર્થીઓને સતત આ પ્રકારની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા કુશળ ઇજનેર બનવા શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં વલસાડના અગ્રણી શિલ્પેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનુ સમગ્ર આયોજન સંસ્થાના આચાર્ય ડો. વી. એસ. પુરાણી તેમજ તમામ વિભાગના વડાઓના માર્ગદર્શન હેઠળ ટેક્ફેસ્ટ કોર્ડિનેટર્સ પ્રોફેસર નૈનેશ પટેલ તેમજ પ્રોફેસર દેવેન્દ્ર ટંડેલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
