પોરબંદર શહેરમાં આવેલ વોર્ડ ૮માં અનેક સમસ્યાના લીધે સ્થાનિકો પીડાઇ છે, ભાજપ શાસિત વોર્ડ ૮ના સ્થાનિકો કોગ્રેસ સધુરાઇ સભ્ય પાસે સમસ્યાનુ નિરાકરણ લાવવા રજુઆતો કરે છે, વોર્ડ ૮ માં ભગવતિ શેરીમાં પેવર બ્લોકનુ કામ નબળુ થયુ હોવાથી સ્થાનિકો પસાર થવુ મુશ્કેલી બન્યુ છે. ઉપરાંત પીવાના પાણી સાથે ગટરના ગંદા પાણી ભળી ગયા સાથે ડંકીઓ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. વોર્ડ ૮ ના નિષ્કિય સુધરાઇ સભ્યના લીધે સ્થાનિકો અનેક સમસ્યાથી પીડાઇ છે. તેવા પણ આક્ષેપ પોરબંદરના સામાજિક કાર્યકર કાર્ય છે.
પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા વેરાની વસુલાત કરવામાં આવે છે. પરંતુ તેની સામે નાગરિકોને પુરતી સુવિધા મળતી નથી તેવા આક્ષેપો અવારનવાર જોવા મળે છે. ખાસ કરીને વોર્ડ ૮માં અનેક સમસ્યઓ જોવા મળે છે. વોર્ડ નંબર ૮માં સ્થાનિકો પાસેથી મળતી વિગત મુજબ વોડ નં ૮માં અનિયમિત પાણી સાથે પીવાના પાણી ભૂર્ગભ ગટરના ગંદા પાણી ભળી રહી છે.ઉપરાંત પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઇ મશરૂએ જણાવ્યા અનુસાર વોર્ડ ૮માં આવેલ ભગવતી શેરીમાં પેવર બ્લોકની કામગીરી નબળી થઇ હોવાથી આજે આ વિસ્તારના પેવરબ્લોક ઉખડી ગયા છે, જેના લીધે આ વિસ્તારના સ્થાનિકોને પસાર થવુ પણ મુશ્કેલી થઇ રહી છે. નાના બાળકો તેમજ મોટી ઉંમરના વડીલો આ રસ્તા પર પડી શકે છે. ઉપરાંત આ વિસ્તારમાં ૪ કે ૫ દિવસે પાણી આવે છે. ઉપરાંત ૫ દિવસે જે પાણી આવે છે. તે પાણી પણ ભૂગર્ભ ગટરના ગંદા પાણી સાથે આવી રહયા છે. તેમજ આ વિસ્તારમાં જે જુની ત્રણ ડંકી આવેલ છે. તે ડંકી પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. છતાં વોર્ડ નં ૮ના સુધરાઇ સભ્ય સ્થાનિક સમસ્યા જાણવા આવતા પણ નથી.તેવા આક્ષેપો સામાજિક કાર્યકર દિલીપભાઇ મશરૂ તેમજ રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.
