જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 60 બેઠકોમાંથી 55 બેઠક પર ભાજપ ચાર બેઠક પર એનસીપી અને એક બેઠક પર કોંગ્રેસના નગરસેવક ચૂંટાયા હતા ત્યારબાદ ભાજપના નગરસેવકનું અવસાન થતા ખાલી પડેલ બેઠક પર ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા હતા ત્યારબાદ એનસીપીના નગરસેવકનું અવસાન થતાં તે બેઠક પર પણ કોંગ્રેસના નગરસેવક ચુટાતા કોંગ્રેસના કુલ ત્રણ નગર સેવકોની સભ્ય સંખ્યા થઈ છે જ્યારે એનસીપીના ત્રણ નગર સેવકો હોવાથી વર્તમાન બોડીની પ્રથમ ટર્મ પૂરી થતાં કોંગ્રેસના નગરસેવકો દ્વારા બંને વિરોધ પક્ષની સભ્ય સંખ્યા સરખી હોય જેથી બીજી ટર્મ માટે કોંગ્રેસના નગરસેવકને વિરોધ પક્ષના નેતાનું પદ મળે તેવી લેખિતમાં માંગણી કરી હતી આ મુદ્દે કમિશનર અને પદાધિકારીઓએ કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાનું પદ આપવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા સરકારનું આ મુદ્દે માર્ગદર્શન માંગવું પડે તેવા બહાના બતાવ્યા હતા તેવામાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થતા કોંગ્રેસના તાત્કાલિક પ્રમુખ અને વર્તમાન નગરસેવકોએ એનસીપીના નગરસેવકને વિરોધ પક્ષના નેતા તરીકે અદ્રેમાન પંજાને યથાવત રાખવા લેખિત આપી દીધું હતું છતાં પણ અચાનક જ વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની કોઈ વિરોધ પક્ષના નેતા માટેની માંગણી ન હોવા છતાં પણ મનપા દ્વારા કોંગ્રેસની જૂની માંગણીને અનુસંધાને ખાસ વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવા બાબતે નિર્ણય કરવા આગામી તારીખ 19 ના રોજ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે
