જુનાગઢ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં હજુ મોટાભાગના કામો અધૂરા છે તેમજ પેન્ડિંગ છે આ તમામ પ્રશ્નોને લઈને ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકાની સંકલન સમિતિની ટીમ ગાંધીનગર ખાતે પહોંચી હતી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરીને જૂનાગઢના વિકાસના કામોને જેમ બને એમ ઝડપથી પૂર્ણ થાય તે માટે નિર્ણયો લેવા માટે રજૂઆત કરી હતી. જુનાગઢ શહેર એ સાંસ્કૃતિક કલાત્મક આધ્યાત્મિક પ્રવાસન અને ધાર્મિક નગરી છે આ પ્રવાસન ક્ષેત્રને વધુ વિકાસ થાય તે ધ્યાને લઈને કચ્છના રણોત્સવની જેમ ગિરનાર ઉત્સવ ઉજવવા અંગે રજૂઆત કરવામાં આવી છે સાથે જોશીપરામાં વર્ષોથી પેચિંદો બનેલો પ્રશ્ન કોમર્શિયલ કોમ્પ્લેક્સની જમીન બાબતે નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી છે ઉપરકોટ કિલ્લાનું ડિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થયેલ છે ત્યારે ઉપરકોટ કિલ્લાના એન્ટ્રીગેટ બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે સાથે મહાનગરપાલિકામાં સરકાર કક્ષાએથી પ્રતિનિયુક્તિના ધોરણે સિટી ઇજનેરની નિમણૂક કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે મહાનગરપાલિકા જૂનાગઢની સુચારુ કાર્ય પદ્ધતિ અર્થે કાયમી ક્વોલિફાઇડ અને કર્મનિષ્ઠ નિમવા માટે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા ભરતી કરવામાં આવે તેવું શાસકોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું
