Honda Motorcycle and Scooter India (HMSI) એ તેની પોપ્યુલર બાઇક CB300R 300cc સેગમેન્ટમાં ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરી છે. હવે આ પાવરફુલ બાઇકમાં આગ લાગવાનો ખતરો છે. કંપનીએ આ બાઇકના 2022 મોડલના કેટલાક યુનિટને રિકોલ કરતા ઓફિશિયલ નિવેદન બહાર પાડ્યું છે. કંપની દ્વારા આ એકમોનું નિરિક્ષણ અને સુધારણા કરવામાં આવશે.
કંપનીએ માહિતી આપી છે કે આ રિકોલથી પ્રભાવિત એકમોના ક્રેન્કકેસમાં કેટલીક ખામીઓ જોવા મળી છે. આ ક્રેન્કકેસ કવર પ્રોડક્ટિવ દરમિયાન યોગ્ય રીતે ફીટ કરવામાં આવ્યા ન હોઈ શકે. તે ગરમીને કારણે સીલિંગ પ્લગને ઢીલું કરી શકે છે. જો સીલિંગ પ્લગ ઢીલો થઈ જાય, તો એન્જિન ઓઈલ લીક થઈ શકે છે અને બાઇકના ગરમ ભાગોમાં આગ લાગી શકે છે.
આટલું જ નહીં, એવી પણ શક્યતા છે કે, જો તેલ છૂટું પડે તો તેલ ટાયરના સંપર્કમાં આવે અને તેની પકડ ઓછી થઈ જાય, પરિણામે જો ગરમ તેલ સવારના શરીર પર પડે તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે. અન્યથા ટાયર પર ઓઈલ ઢોળવાથી બાઇક સ્લીપ થવાનો ભય રહે છે. એકંદરે આવી સ્થિતિમાં બાઇક ચલાવવું જોખમી બની શકે છે.
શું કરવું પડશે તમારે?
જો તમે Honda CB300R ના માલિક પણ હો, તો કૉલ, ઇમેઇલ અથવા SMS દ્વારા, કંપની CB300R કસ્ટમર્સ સાથે સંપર્કમાં રહેશે જેમને તેમની નજીકની BigWing ડીલરશિપની મુલાકાત લેવાની અને તેમની બાઇકની તપાસ કરાવવાની જરૂર પડશે. કસ્ટમર્સ બિગવિંગની ઓથોરાઇઝ વેબસાઇટની પણ મુલાકાત લઈ શકે છે, તેમની બાઇક રિકોલનો ભાગ છે કે નહીં તે ચેકિંગ માટે તેમની બાઇકનો વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર (VIN) દાખલ કરી શકે છે.
Honda CB300R Recall
તમને જણાવી દઈએ કે આ રિકોલથી પ્રભાવિત બાઈકની તપાસ કર્યા બાદ તેના પાર્ટ્સમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. અસરગ્રસ્ત ઘટકોની ફેરબદલી 15 એપ્રિલ, 2023 થી દેશભરની ડીલરશીપ પર શરૂ થશે, અને બાઇકની વોરંટી મર્યાદાની સમાપ્તિ પછી પણ રિપ્લેસમેન્ટ મફતમાં કરવામાં આવશે.
કેવી છે આ બાઇક?
Hondaએ CB300Rને ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ઘણા મોટા ફેરફારો સાથે લૉન્ચ કરી હતી. બાઈકમાં બદલાયેલ એક્ઝોસ્ટ કેનિસ્ટર, નવા કલર ઓપ્શન્સ, અપડેટેડ એન્જિન, USD ફોર્ક વગેરે છે. કંપનીએ આ બાઇકમાં 286cc ક્ષમતાનું લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે, જે 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ એન્જિન 31.1bhpનો પાવર અને 27.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની કિંમત રૂ. 2.77 લાખ (એક્સ-શોરૂમ) છે.