2019થી સાબરમતી જેલમાં બંધ અતિકને તાજેતરમાં જ પ્રયાગરાજ કોર્ટમાં હાજર કરાયા બાદ ફરી યુપી પોલીસ માફિયાને લેવા માટે પહોંચી છે. ઉમેશ પાલ ચકચારી હત્યા કેસ મામલે માફિયાને યુપી લઈ જવામાં આવશે.
ઉમેશપાલ મર્ડર કેસ બાદ યુપી પોલીસ આ માફિયા અતીક અહેમદ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. હવે તેને ફરી એકવાર ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવશે. અતીક અહમદને લેવા UP પોલીસ ફરી સાબરમતી જેલમાં કેદી વાહન સાથે પહોંચી છે, યુપીના માફિયાને ફરીથી રોડ માર્ગે ગુજરાતથી યુપી લઈ જવામાં આવશે.
અતીક અહેમદ જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે. સપાના પૂર્વ ધારાસભ્ય અતીક અહેમદ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. તેને તાજેતરમાં 2006ના BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના આરોપી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. ગયા મહિને પ્રયાગરાજમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
તાજેતરમાં જ કુખ્ત ગેંગસ્ટર અતીક અહેમદને લઈને પોલીસ કાફલો 19 માર્ચે સાબરમતી જેલથી યુપી પહોંચ્યો હતો. પ્રયાગરાજ કોર્ટે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારે હવે વધુ કાર્યવાહી માટે યુપી લઈ જવામાં આવી રહ્યો છે.
માફિયા અતીક અહેમદને સાબરમતી જેલની હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. જૂન 2019માં, સુપ્રીમ કોર્ટના આદેશ પર, તેને ઉત્તર પ્રદેશથી અમદાવાદની હાઇ સિક્યોરિટી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. 12 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કેસ બાદ અતીક અહેમદ ફરીથી યુપી પોલીસના રડારમાં હતો ત્યારે આ મામલે કોર્ટે તાજેતરમાં જ ચૂકાદો સંભળાવ્યો હતો. જો કે, પ્રયાગરાજ પોલીસ ઈચ્છતી હતી કે અતીક અહેમદને યુપીની જેલમાં રાખવામાં આવે. પરંતુ ખુદ પોલીસે કહ્યું કે જો આમ કરવામાં આવશે તો તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે.