કોંગ્રેસના અમિત ચાવડા સહીતના ધારાસભ્યો દ્વારા પંચાયતની ચૂંટણી વહેલા યોજવા માટે ગાંધીનગરમાં રાજ્યપાલને મળીને રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને આ મામલે ત્યાં પહોંચીને રજૂઆત કરી હતી. સરકાર ઝવેરી કમિશનનો રીપોર્ટ રજૂ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. અગાઉ ઓબીસીના મુદ્દાને લઈને કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે, ઓબીસી અનાતમતના મામલે હજૂ સુધી ચૂંટણીઓ પંચાયતની વહેલા નથી કરવામાં આવતી. અગાઉ પણ કોંગ્રેસ ઓબીસી મામલે ઓબીસી કમિશનને રજૂઆત કરી હતી ત્યારે પંચાયતની ચૂંટણી સાથે આજે ફરીથી રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછાત વર્ગોને પુરતુ પ્રતિનિધીત્વ મળી રહે તે માટે પંચાયત પછાત પણાના સ્વરુપ, અસર અને રાજકિય સ્થિતિ અનુસાર આંકડા એકત્રિક કરી તેમજ વિશ્લેષણ કરી અભ્યાસ કરવા માટે પણ સૂચન કરાયું હતું. ત્યારે પંચાયતની ચૂંટણી પહેલા ઓબીસીનો મુદ્દો સામે આવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ઓબીસીના મુદ્દાને ઉછાળ્યો હતો. રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમિશની માંગ કરાઈ હતી.
પંચાયતની ચૂંટણીઓને લઈને અગાઉ કોંગ્રેસટ દ્વારા બેઠકો પણ યોજવામાં આવી હતી ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા પંચાયતની ચૂંટણીઓ જલદી યોજવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલને રજૂઆત આજે કરી હતી.