જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમા ઉનાળાની સીઝનમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગરમીના બદલે હવે બપોર બાદ ઠંડા પવન ફૂંકવામાં શરૂ થઈ જાય છે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે ત્યારે હવે વધુ એક માવઠાની આગાહી કરાઈ છે. ફરી વાતાવરણ બદલાશે અને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
જુનાગઢ કૃષિ હવામાન વિભાગના અધિકારી દ્વારા માહિતી મુજબ છેલ્લા બે દિવસથી ગરમીમાં પાંચથી છ ડિગ્રીનો વધારો થયો છે અને હજુ બે ત્રણ દિવસ દરમિયાન વધારે જોવા મળશે અને તાપમાન 39થી 40 ડિગ્રી સુધી જશે. ત્રણ દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે સોરઠ પંથકમાં તો કમોસમી વરસાદ વરસી શકે છે કે કેરીનો પાક તૈયાર થવા જઈ રહ્યો છે પરંતુ બજારમાં ચીકુની પણ પુષ્કળ આવક જોવા મળી રહી છે જો વરસાદ પડશે તો આ પાકને વધુ નુકસાન થવાની સંભાવના છે. જેથી આગામી 12 તારીખથી વરસાદ પડવાની સંભાવના છે. . . .