મેંદરડાના ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર જોન ના ઉપપ્રમુખ અને પ્રદેશ સંગઠનના મંત્રી શ્રી પરષોત્તમભાઈ ભીખુભાઈ ઢેબરીયા ની રજૂઆત કરી છે કે સમગ્ર રાજ્યમાં ખેડૂતોને ખેતી ક્ષેત્રે મૂડી રોકાણ કરવા ખાતર બિયારણ દવા અને યંત્રો ખરીદવા માટે પાક ધિરાણ કરવામાં આવે છે આ પાક ધિરાગ ત્રણ લાખ રૂપિયા સુધી બેન્ક દ્વારા સાત ટકા વ્યાજ વસૂલવામાં આવે છે પરંતુ સમયસર મુદ્દત પહેલા ધિરાણ કરવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વ્યાજની રકમ પરત જમા આપી દે મદદ કરવામાં આવે છે સમય પહેલા પોતાનું ધિરાણ રીન્યુ કરવા માટે ખેડૂતો પાસે નાણાંની વ્યવસ્થા ન હોય તેથી ઘણા ખેડૂતો સહુકારો પાસેથી રૂપિયા ઉછીના લઈને પાક ધિરાણ કરે છે અને વ્યાજના ચક્રમાં ફસાઈ જાય છે અને પાછો દેવાદાર થતો જાય છે તો ફક્ત વ્યાજ ભરીને ધિરાણને રીન્યુ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેથી આ બાબતે મેદડાના વતની અને ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર જોનના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ઢેબરીયાએ કૃષિ મંત્રી અને પત્ર લખી રજૂઆત કરી છે
