આપણે ત્યાં કહેવત છે કે અડગ મનના માનવીને ગિરનાર પણ નજીક લાગે છે તેવી વાત સામે આવી છે. જેમાં ગિરનાર પર્વત પર ગુરુદત્ત શિખર ની યાત્રાએ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન જેવા રાજ્યમાંથી પૂનમ ભરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં મહારાષ્ટ્રના નિવાસી મહાદેવ સાઢું નામના એક આધેડ પણ સામેલ છે તેમને એક પગ નથી આમ છતાં તેમના દ્વારા બે વર્ષથી દર પૂનમે ગિરનાર પર્વત પર પૂનમ ભરવા માટે આવે છે.
પોતે પ્રાઇવેટ ટ્રક અને બસ ડ્રાઇવિંગનું કામ કરતા હતા ચાર વર્ષ પહેલા એક પગ કપાવવો પડ્યો હતો. ત્યારબાદ ખૂબ જ હતાશ થઈ ગયા હતા પણ કોઈ પણ બોજ ન બનવું પડે તે માટે પોતાની પાસે દિવ્યાંગ રેલવેનો પાસ હોવાથી દેશભરમાં ધાર્મિક સ્થળોની યાત્રા ઉપર નીકળી ગયા છે તેઓ છેલ્લા બે વર્ષથી પૂનમના દિવસે ગિરનાર આવે છે પહેલી વખત જ તેમને શિખર સુધી પગથિયાં ચડીને દર્શન કરી પાછા ફર્યા હતા ત્યારથી દર પૂનમે અહીં આવે છે અને સીડી ચડે છે.
