રાજ્ય ભરની હોસ્પિટલમાં આજથી બે દિવસની મોકડ્રીલ યોજાઈ છે ત્યારે આ મામલે પત્રકાર પરીષદને ગાંધીનગરમાં સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના કેસોને જોતા આજથી મોકડ્રીલનું આયોજન કરાયું છે. જે માટે સમીક્ષા પણ કરવામાં આવી હતી. વેન્ટીલટર બાયપેપ સહીતની સામગ્રી માટે મોકડ્રીલનું આયોજન કરાયું છે.
નાની મોટી મુશ્કેલી ના થાય તે માટે મોકડ્રીલનું આજથી બે દિવસ આયોજન કરવામાં આવ્યું છે. ગત સપ્તહની સરખામણીએ ગુજરાતમાં કોરોનાના કેસોટમાં ઘટાડો થવા પામ્યો છે. કોરોનાના કેસો ઘટ્યા પરંતુ સાવચેતી રાખવી જરુરી છે.
વિશ્વમાં કોરોના વઘે એટલે ભારતમાં સતર્કતામાં તરત જ સતર્કતા વધે છે. આ સાથે આ મામલે ગાંધીનગરમાં ડૉક્ટરો સાથે આરોગ્ય મંત્રીએ વાતચીત પણ કરી હતી અને લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તેમ પણ તેમણે સલાગ ગુજરાતના લોકોને આપી હતી.
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર 10 અને 11 એપ્રિલના રોજ દેશવ્યાપી મોકડ્રીલનું આયોજન કર્યું છે. કેન્દ્ર સરકારે આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ જિલ્લાના જાહેર અને ખાનગી ક્ષેત્રના આરોગ્ય એકમો આ મોકડ્રીલમાં ભાગ લેશે. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે. તમામ રાજ્યોને કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા માટેની તૈયારીઓનો સ્ટોક લેવા માટે મોકડ્રીલમાં ભાગ લેવા પણ કહેવામાં આવ્યું છે. આજ અને આવતીકાલ 11મી એપ્રિલે યોજાનારી મોકડ્રીલમાં આઈસીયુ બેડ, તબીબી સાધનો, ઓક્સિજન અને માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.