રાજુલાના રામપરા 2 ગામે રામદાસ બાપુની તપોભૂમિ વૃંદાવન ધામમાં ધ્વજા રોહન કાર્યક્રમ થયો.
રાજુલાના રામપુરા બે ગામે આવેલ વૃંદાવન ધામ માં બાવન ગજની ધજા સુમારો ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો રામદાસ બાપુ ની તપો ભૂમિ વૃંદાવન ધામમાં બિરાજમાન રામ દરબાર અને શિવ દરબાર માં આજરોજ રામપરા ગામના આહિર અગ્રણી જીકાર ભાઈ વાઘ શ્રીજી ગ્રુપ દ્વારા 52 ગજની ધજા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આજરોજ હનુમાન જયંતી અને પૂનમના દિવસે આવું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ સમારોહમાં રામપરા ગામથી ઘોડા ગાડા શણગારીને ધજાની શોભા યાત્રા કાઢવામાં આવેલ હતી અને લાલજી ભગવાનને 52 ગજની ધજા ચડાવવામાં આવેલ હતી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ આજુબાજુના આગેવાનો આ ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા વૃંદાવન ગામના મહંત શ્રી રાજેન્દ્ર દાસ બાપુ દ્વારા આ ધ્વજારોહણ કાર્યક્રમ અંગે સૌને આશીર્વાદ પાઠવેલ હતા આ ધજારોહણ કાર્યક્રમમાં આહિર અગ્રણી બાબુભાઈ રામ , રામપરા ગામના સરપંચ સનાભાઇ રાગ, પૂર્વ સરપંચ લક્ષ્મણભાઈ વાઘ, આહિર જ્ઞાતિ પ્રમુખ બાઘાભાઈ લાખણોત્રા તેમજ દડુભાઈ જોલાપુર , ખેતીવાડી સંઘના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, જે બી લાખમોત્રા, ખાંભા તાલુકા પંચાયત સદસ્ય નાથાભાઈ વાઘ, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન અરજણભાઈ વાઘ વિગેરે ઉપસ્થિત રહેલા હતા