અમદાવાદમાં રવિવારના રોજ ફરીથી બીજી મેચ રમાવા જઈ રહી છે ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગની અગાઈ 31 માર્ચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઉદ્ઘાટન મેચમાં 150 જેટલા મોબાઈલની ચોરી થઈ છે.
પોલીસને મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલ અને તેમાં પણ આઈફોન ચોરાયાની ફરીયાદ કરી છે. IPLની રંગારંગ શરૂઆતમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું ત્યારે ચોરોએ લોકોની નજર ચૂકવી સુરક્ષા વચ્ચે પણ મોબાઈલની મોટી સંખ્યામાં ચોરી કરી હતી. ત્યારે આ વખતે પોલીસની સાથે સાથે મેચ જવા જનાર દર્શકોએ પણ સાવધાન રહેવું પડશે. જો કે, અમદાવાદ પોલીસ 9 એપ્રિલની મેચ માટે મોબાઈલ ચોરોને રંગે હાથે પકડવા માટે પણ સજ્જ બનશે.
શરૂઆતની મેચો દરમિયાન મોટી સંખ્યામાં આઇફોનની ચોરી થઇ હોવાનું પણ સામે આવ્યું ત્યારે એવી પણ આશંકા છે કે આટલા મોટા પાયે મોબાઈલ ચોરીમાં કોઈ સંગઠિત ગેંગની ભૂમિકા હોઈ શકે છે.
સાવધાની બરતવી જરૂરી
IPLની 16મી આવૃત્તિની 31 માર્ચની સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે ઉત્સાહ અને બોલિવૂડના સિતારાઓના પરફોર્મન્સ સાથે મેચની શરુઆત થઈ હતી. પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો ત્યારે બે દિવસ બાદ ગુજરાતને ચીયરઅપ કરવા માટે તેમજ અને કોલકાતાની પણ મેચ હોવાથી બન્ને ટીમોને ચીયરઅપ કરવા માટે દર્શકો પહોંચશે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોરોનો આતંક જોવા મળી શકે છે જેથી સાવધાની બરતવી જરૂરી છે. આ મામલે અમદાવાદ પોલીસે પણ મોબાઈલ ચોરોને પકડવા માટે તૈયારી કરી છે.
ગુજરાત ટાઈટન્સ જીતની હેટ્રીકી સાથે ઉતરશે
9 એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. ગુજરાત ટાઇટન્સ ટીમ ત્રીજી મેચમાં જીતની હેટ્રિક ફટકારવા પોતાની હોમ પીચ પર ઉતરશે ત્યારે સ્ટેડિયમની સુરક્ષામાં તૈનાત સુરક્ષા જવાનો અને અમદાવાદ પોલીસના જવાનો ચોરો પર ચાંપતી નજર રાખશે.