ભારતમાં એવા હજારો ઉદ્યોગપતિઓ છે જેઓ તેમના વ્યવસાય અને તેની સફળતાથી ચર્ચામાં રહે છે. ખાસ વાત એ છે કે દેશના કેટલાક અબજોપતિ ઉદ્યોગપતિઓ 1 દિવસમાં એટલા રૂપિયા કમાઈ લે છે કે એક સામાન્ય માણસ પોતાની આખી જીંદગીમાં આટલી મૂડી એકત્ર કરી શકતો નથી. ડીમાર્ટ (Dmart) ના સ્થાપક રાધાકિશન દામાણી એવા દિગ્ગજ ઉદ્યોગપતિઓમાંના એક છે જે દરરોજ ચોખ્ખો નફો તરીકે 4 કરોડ રૂપિયા કમાય છે.
રાધાકિશન દામાણીએ 80 અને 90 ના દાયકામાં ભારતીય શેરબજારમાં એક પ્રખ્યાત રોકાણકાર તરીકે ઓળખ બનાવી હતી, તેમણે વર્ષ 2002 માં ડીમાર્ટની શરૂઆત કરી હતી. તે એક રિટેલ ચેઇન સ્ટોર છે, જેના દેશભરમાં ઘણા સ્ટોર્સ છે. ડીમાર્ટના માલિક રાધાકિશન દામાણી ફોર્બ્સની 2023ની સૌથી ધનિક ભારતીયોની યાદીમાં 8મા ક્રમે છે.
589 કરોડનો નફો
DMart દ્વારા રાધાકિશન દામાણીએ છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં 1492 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જો આ નફાની દૈનિક ધોરણે ગણતરી કરવામાં આવે તો આ રકમ પ્રતિદિન 4 કરોડ રૂપિયા થાય છે. આ સમયગાળા દરમિયાન ડીમાર્ટનું વેચાણ 30 હજાર 976 હજાર કરોડ રૂપિયા હતું. કંપનીનું માર્કેટ કેપ 2 લાખ 26 હજાર 640 કરોડ છે. નાણાકીય વર્ષ 2022-23માં ટાટા ગ્રૂપની કંપની ટાઇટનનું વેચાણ માત્ર 28 હજાર 799 કરોડ હતું એટલે કે રાધાકિશન દામાણીની ડીમાર્ટે વેચાણની બાબતમાં ટાઇટનને પાછળ છોડી દીધું હતું. જોકે, ટાઇટનનો નફો 2198 કરોડ હતો જે Dmart કરતાં વધુ છે. આ સિવાય તેઓ પોતાના મોંઘા ઘર માટે પણ ચર્ચામાં રહ્યા હતા. તેમણે મુંબઈમાં મલબાર હિલ પર નારાયણ દાભોલકર રોડ પર એક લક્ઝરી ઘર પણ ખરીદ્યું છે, જેની કિંમત 1000 કરોડ રૂપિયા છે.
રાધાકિશન દામાણીએ તેમનો બિઝનેસ અને ટ્રેડિંગ જર્ની ત્યારે શરૂ કરી જ્યારે તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે મુંબઈમાં એક રૂમના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. સ્ટોક માર્કેટ બ્રોકર અને ઈન્વેસ્ટર તરીકે કારકિર્દી બનાવવા માટે તેમણે કોલેજ છોડી દીધી હતી. રાધાકિશન દામાણીએ શેરબજારમાં રોકાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.
શેર માર્કેટમાંથી કરોડોની કમાણી કરી
રાધાકિશન દામાણી તેમની ઈન્વેસ્ટમેન્ટ ફર્મ બ્રાઇટ સ્ટાર ઈન્વેસ્ટમેન્ટ્સ દ્વારા તેમના પોર્ટફોલિયોનું સંચાલન પણ કરે છે. તેમણે ધીમે ધીમે તેમનો રોકાણ પોર્ટફોલિયો વિસ્તાર્યો અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકના સૌથી મોટા શેરધારક બન્યા. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, રાધાકિશન દામાણીની કુલ સંપત્તિ 16.7 બિલિયન ડોલર છે.
આપને જણાવી દઈએ કે રાધાકિશન દામાણીને સ્વર્ગસ્થ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા પોતાના મેન્ટર માનતા હતા. તેમણે 80 અને 90ના દાયકામાં રોકાણકાર તરીકે શેરબજારમાં પ્રવેશ કર્યો અને વેલ્યૂ ઈન્વેસ્ટિંગ દ્વારા કરોડો રૂપિયા કમાયા.