ભાવનગર શહેરના રૂપાણી સર્કલ વિસ્તારમાંથી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા યુવકનું અપહરણ કરી અને 25 લાખ રૂપિયાની ખંડણી માંગનાર આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. એક સગીર સહિત ચાર આરોપીઓ ઝડપાયા હતા. ત્યારે આ મામલે ફરીયાદના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં રહેતા હિતેશભાઇ પન્નાલાલ ઘોઘારીની રૂપાણી સર્કલ નજીક આવેલ પોલીસ ચોકીથી થોડે દુર જ તેની કારમાં ચાર શખ્સો દ્વારા અપહરણ કરી ઘોઘાસર્કલ વિસ્તાર તરફ લઇ ગયા હતા અને ત્યાંથી રૂવા ગામ તથા અન્ય સ્થળે ફરેવી બિલ્ડરને તેની કારમાં ઢોર માર મારી, બંન્ને હાથ તથા પગે છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં બિલ્ડર પાસે પચાસેક લાખની ખંડણીની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તૌ તેની પત્નીના સોના ચાંદીના ઘરેણા આપવાનું જણાવ્યું હતું.
આખરે બિલ્ડર નોંધાવી ફરીયાદ
માર અને ધમકી બાદ બિલ્ડરે પૈસા માટે તેના ઘરે ફોન કરાવી પૈસા મંગાવ્યા હતા. જોકે બાદમાં પૈસા આપી દેવાની ધમકી આપી અને પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારીને છોડી મૂકવામાં આવ્યા હતા. જેને લઇ વેપારીએ તાત્કાલિક 5 શખ્સો સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બિલ્ડરે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ બે દિવસે આ ચારેય શખ્સોએ પોતાના બે બાઇક ટી.વી. કેન્દ્ર પાસે રાખ્યા હતા અને ત્યાંથી નાસી છુટવાની તૈયારી કરતા હતા તે દરમિયાન સી.સી.ટી.વી. નેત્રમની મદદથી પાંચ પૈકી ચાર શખ્સો ધર્મેન્દ્ર ઉર્ફ ભોલો ભરતભાઇ વાઘેલા, ભાર્ગવ રમેશભાઇ ગોડીયા, કેતન કાનજીભાઇ સોલંકી તથા એક સગીરને ઝડપી લીધો હતો જ્યારે એક શખ્સ અભયસિંહ યોગેન્દ્રસિંહ રાઠોડ હજુ પણ ફરાર છે જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાઈટ
આર. વી. સેંગલ- ડીવાયએસપી