પોરબંદરના છાયા રણ વિસ્તારમાં વર્ષોથી પેશકદમી કરવામાં આવેલ છે ત્યારે પેશકદમી કરનારા સામે કડક કાર્યવાહી કરી પેશકદમી દૂર કરી રણ વિસ્તાર ખુલ્લો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. છાયા રણ વિસ્તારમાં વર્ષોથી પથ્થરો મૂકી અને જગ્યા પર દબાણ કરી લેવામાં આવ્યું છે અને એક નહિ પરંતુ જાણવા મળતી વિગત મુજબ 80 થી વધુ લોકોએ પેશકદમી કરી લીધી છે. છાયા રણ વિસ્તારમાં પેશકદમી અને ભૂતકાળમાં સિટી સર્વે વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને એ સમયે નોટીશ આપી સંતોષ માની લીધો હતો. બાદ ફરી સર્વે કરી નોટીશ આપી છે.
નરી આંખે દેખાઈ તે રીતે દબાણ થયેલ છે છતાં તંત્ર દ્વારા માત્ર નોટીશ આપવામાં આવે છે. બાદમાં ફરી બે વર્ષ પસાર થાય જાય છે. અન્ય તત્વો સામે તંત્ર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરે છે તો અહી દબાણ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પેશકદમી પર બુલ્ડોઝર ફેરવી પેશકદમી દૂર કરી રણને ખલ્લું કરવામાં આવે તેવી શિવ શક્તિ ગ્રુપ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.