નવા રિયલ ડ્રાઈવિંગ એમિશન નોર્મ્સ (RDE)ના અમલીકરણ સાથે, ઘણી કાર દેશમાં ઈતિહાસ બની ગઈ છે. તાજેતરમાં, દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની 23 વર્ષ જૂની મારુતિ અલ્ટો 800નું પ્રોડક્શન બંધ કરી દીધું છે. હવે Honda Cars India પણ અહીંના માર્કેટમાંથી તેના ઘણા મોડલને બંધ કરી રહી છે. વ્હીકલ પોર્ટફોલિયોમાં આ નવા અપડેટ પછી, હોન્ડા કારની યાદીમાં માત્ર બે વાહનો જ બચ્યા છે, જેનું વેચાણ થશે.
કંપની ફક્ત આ બે કાર પર આધાર રાખે
માહિતી મુજબ, હોન્ડાએ ભારતીય બજારમાં તેની પ્રીમિયમ હેચબેક Jazz, સબ-ફોર મીટર ક્રોસઓવર WR-V અને ચોથી જનરેશનની Honda Cityને બંધ કરી દીધું છે. હવે કંપનીના વ્હીકલ પોર્ટફોલિયોમાં હોન્ડા અમેઝ અને તાજેતરમાં લોન્ચ થયેલી ફિફ્થ જનરેશન હોન્ડા સિટી જેવી માત્ર બે જ કારનો સમાવેશ થાય છે, જેનું વેચાણ થઈ રહ્યું છે. જો કે, બાકીના મોડલ સ્ટોક છે ત્યાં સુધી વેચવામાં આવશે. હોન્ડા સિટી પેટ્રોલ પણ હાઇબ્રિડ વેરિઅન્ટમાં આવે છે.
તમને જણાવી દઈએ કે, Honda WR-V, Jazz અને ફોર્થ જનરેશન સિટી, આ ત્રણેય કાર ભારતીય બજારમાં લાંબા સમયથી વેચાઈ રહી છે. WR-V અને Jazz ને અત્યાર સુધી કોઈ મોટી અપડેટ આપવામાં આવી નથી, બીજી તરફ સિટીનું નવું પાંચમી જનરેશનનું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આ જૂની કારોની માંગ પણ ઘણી ઓછી થઈ ગઈ છે. તમે માર્કેટમાં તેમની કામગીરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે ગયા ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં WR-V અને Jazzનું એક પણ યુનિટ વેચાયું નથી.
નવી SUV લોન્ચ થશે
આ કારોને બંધ કરી દેવામાં આવી હોવા છતાં હોન્ડા હાલમાં ભારતીય બજારમાં તેનું નવું વ્હીકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં અહીંના માર્કેટમાં એક નવી SUV લોન્ચ કરવામાં આવશે, જેનું ટીઝર પણ કંપની દ્વારા શેર કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવી એસયુવી હાલની હ્યુન્ડાઈ ક્રેટા સાથે સ્પર્ધા કરશે, આ એસયુવીને ઘણા અલગ-અલગ પ્રસંગોએ ટેસ્ટિંગ દરમિયાન પણ જોવામાં આવી છે, જે કદાચ આ વર્ષના મધ્યમાં લોન્ચ કરવામાં આવશે. દેશમાં કેટલીક ડીલરશીપ પર શરૂ થતી SUV માટે અનઓફિશિયલ બુકિંગના અહેવાલો પણ છે.