અમદાવાદમાં એક જ વર્ષની અંદર ખૂબ મોટી સંખ્યામાં દસ્તાવેજો થયા છે. એપ્રિલ 2022થી 31 માર્ચ સુધીમાં આ દસ્તાવેજો થયા છે. જેમાં અત્યાર સુધીચમાં રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી પેટે 2,422 કરોડની આવક થવા પામી છે.
અમદાવાદમાં વિવિધ કચેરીઓમાં દસ્તાવેજો કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે દસ્તાવેજની સંખ્યામાં ખૂબ વધારો પણ થઈ રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં દસ્તાવેજોની સંખ્યા વધી છે. કેમ કે, જંત્રીના દરોમાં વધારો થવાનો હોવાથી એ પહેલા દસ્તાવેજો મોટી સંખ્યામાં થઈ રહ્યા છે. આ દસ્તાવેજોની સંખ્યા એપ્રિલ 15 તારીખ સુધીમાં વધશે. કેમ કે, નવા જંત્રીના નિયમો 15 એપ્રિલ બાદ લાગુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જાહેર રજાના દિવસે પણ અમદાદાવાદમાં કચેરીઓમાં દસ્તાવેજોની કામગિરી કરવામાં આવી રહી છે.
ગત વર્ષ કરતા 352 કરોડની આવક ઘટી
અમદાવાદમાં કોમર્સિયલથી લઈને રેસીડેન્ટ એકમો તેમજ જમીનોના મોટી સંખ્યામાં દસ્તાવેજો થાય છે ત્યારે આ દસ્તાવેજો ગત વર્ષની સરખામણીઓ ઓછા થયા છે. કેમ કે, અગાઉના વર્ષમાં 2.73 લાખથી વધુ દસ્તાવેજો થયા હતા. જેના કારણે 2774 કરોડની આવક થઈ હતી એટલે કે, આ વર્ષે 2023 માર્ચ સુધીમાં મોટી આવક થઈ હોવા છતાં પણ દસ્તાવેજો ગત વર્ષ કરતા ઓછા થતા 352 કરોડની આવકમાં ઘટાડો થવા પામ્યો છે.
બોપલમાં સૌથી વધુ આવક દસ્તાવેજની થઈ
આ વર્ષમાં ખાસ કરીને પૂર્વ અને પશ્ચમિ વિસ્તારમાં સોલા, નરોડાસ મેમનગર, બોપલ ઉપરાંત જિલ્લામાં સાણંદ સહીતના ઔડા વિસ્તારમાં આ આવક જોવા મળી રહી છે. નરોડામાં 24 કરોડની આવક દસ્તાવેજની થઈ છે. સોલામાં 35 કરોડની આવક તો બોપલમાં 42 કરોડની આવક દસ્તાવેજના કારણે થઈ છે. આમ આવકમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ મોટી આવક દસ્તાવેજોના કારણે અમદાવાદ શહેરમાં થઈ રહી છે.
નિકોલ વિસ્તારમાં સૌથી વધુ દસ્તાવેજો આવક ઓછી
સૌથી વધુ દસ્તાવેજો નિકોલમાં 22 હજારથી વધુ થયા હતા. નિકોલમાં દસ્તાવેજો જેટલી મોટી સંખ્યામાં થઈ રહ્યા છે તેની સરખામણીએ આવક 27 લાખની થઈ છે. જેની સરખાણીએ બોપલ સહીતના વિસ્તારોમાં ઓછા દસ્તાવેજોમાં આવક વધુ થવા પામી છે.