અમદાવાદની મુલાકાતે મોહનભાગવત પહોંચ્યા છે ત્યારે આજે શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ મહાસભાના નેજા હેઠળ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વની બેઠકમાં રાજ્ય સરકારો દ્વારા મંદિરોમાં થતા વહીવટ મામલે ચર્ચા કરવામાં આવશે. મોહન ભાગવત આ બેઠકમાં ભાગ લેવામાં ગઈકાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
આ બેઠક મોટી બેઠકમાં અમતિ શાહ હાજરી આપે તેવી શક્યતકા છે. આ સંત સંમેલનમાં દિવસભર ચર્ચાઓ થશે. સંમેલનમાં દેશભરમાંથી સંતો પહોંચ્યા છે. ત્યારે દેશભરમાંથી સમગ્ર આયોજન અમદાવાદ ગુજરાત ખાતે કરાયું છે.
લોકસભા ચૂંટણી પહેલા ધાર્મિક એપી સેન્ટર ગુજરાત બન્યું છે. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે મોહન ભાગવત પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આરએસએસના વડા મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિ રહી છે ત્યારે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા અગત્યના મંથનનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ મહાસભાના નેજા હેઠળ આશ્રમમાં સંત સંમેલનના આ મોટા આયોજનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી પણ શક્યતાઓ છે. રાજ્ય સરકારો દ્વારા મંદિરોમાં થતા વહીવટ મામલે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય તેને લગતા મુદ્દાઓ પણ બેઠકમાં ચર્ચા કરાશે, હિંદુ સંપ્રદાયના પૌરાણિક મઠના દેશભરના સંતો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.