કોરોના મહામારી ફરી ઉછાળો આવ્યો છે ત્યારે તેની સામે જંગ લડવા જુનાગઢની સિવિલ હોસ્પિટલ તંત્ર સર્જ બન્યું છે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું છે ત્યારે દિન પ્રતિ દિન કોરોનાના સંક્રમણો વધી રહ્યું હોય કોરોના દર્દીની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે કેટલાક દર્દીઓએ કોરોના ને કારણે અંતિમ શ્વાસ પણ લીધા છે દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ હજુ પણ વધુ જોવા મળ્યા નથી તેમ છતાં તેના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આ અંગે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ ડૉ. નયનાબેન જણાવ્યું હતું કે કોરોના સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેની સામે લડવા માટે તૈયાર છે આખરી ઓ આપી દેવાયો છે હાલ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ વેન્ટિલેટર બેડ સાથેનો આઇસીયુબોર્ડ બનાવવામાં આવ્યો છે જેથી કોરોના મહામારી કેસ વધે તો પણ દર્દીઓને હેરાન થવું ન પડે આ ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 1181 બેડ ની વ્યવસ્થા છે તમામ ઓક્સિજન સાથે બેડ છે સમગ્ર સેન્ટ્રલ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે જેથી દર્દીઓને ઓક્સિજન લેવા માટે બીજે ભટકવું ન પડે તેવી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે
