સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું હોય કોરોનાના દર્દીની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે કેટલાક દર્દીઓએ કોરોનાના કારણે અંતિમ શ્વાસ પણ લીધા છે દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ હજુ વધુ જોવા મળ્યા નથી તેમ છતાં સાવચેતીના પગલાં રૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.નયનાબેન લકુમે જણાવ્યું હતું કે કોરોના સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેની સામે લડવા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે હાલ સિવિલમાં 100 થી વધુ વેન્ટિલેટર બેડ સાથેનો આઇસીયુ વોર્ડ બનાવાયો છે જેથી કોરોના મહામારીના કેસ વધે તો પણ દર્દીઓને હેરાન થવું ન પડે આ ઉપરાંત જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 1181 બેડની વ્યવસ્થા છે જે તમામ ઓક્સિજન સાથેના બેડ છે સમગ્ર સેન્ટ્રલ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે જેથી દર્દીઓને ઓક્સિજન લેવા માટે અહીં તહીં ભટકું ન પડે તેવી તમામ તૈયારી કરી લેવાય છે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર એક જ કોરોનાનો દર્દી દાખલ છે કેશોદના આ દર્દીની સારવાર કરાઈ રહી છે તેને isolation વોર્ડમાં રખાયો છે અને પૂરતી કાળજી લેવાઈ રહી છે
