BYD Seagull EV: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણી ઓટો કંપનીઓએ ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કરી દીધું છે. આ કારોની માંગ પણ દિવસેને દિવસે વધી રહી છે. આ દરમિયાન ચીનની અગ્રણી ઓટોમોબાઈલ કંપની BYDએ તેની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. કંપનીએ તેનું નામ BYD Seagull રાખ્યું છે. આ કારને ખાસ કરીને શહેરીજનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સીગલ BYDE-પ્લેટફોર્મ 3.0 પર આધારિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આવો જાણીએ આ કારની ખાસિયત વિશે.
એક રિપોર્ટ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે આ કારની લંબાઈ 3780mm અને પહોળાઈ 1715mm છે. તેમજ 1540mmની ઊંચાઈ સાથે 2500mmનો વ્હીલબેસ આપવામાં આવ્યો છે. આ 5 ડોર કારમાં 4 સીટ છે.
ખાસિયત
મિની ઇલેક્ટ્રિક કારમાં મેક્સિમમ 55KW અને 70KWનું આઉટપુટ આપવામાં આવ્યું છે. તે 130 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મેળવી શકે છે. જો કારની રેન્જની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર ચાર્જ કર્યા પછી તે 400 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. સીગલ EV કોમ્પેક્ટ સાઈઝ અને ડાયનેમિક ડિઝાઈન સાથે આકર્ષક દેખાવ સાથે ઘણી ઈલેક્ટ્રિક કાર સાથે કોમ્પિટિશન કરી શકે છે. આ મિની ઇલેક્ટ્રિક કારમાં 30kwh અને 38kwhના બે બેટરી ઓપ્શન્સ મળી શકે છે. કંપનીનું કહેવું છે કે આ કાર એવા કસ્ટમર્સ માટે લોન્ચ કરવામાં આવી છે જેઓ ટ્રેડિશનલ ફ્યુઅલવાળા વ્હીકલથી ઈલેક્ટ્રિક વ્હીકલમાં સ્વિચ કરવા ઈચ્છે છે.
કિંમત
કંપનીએ હજુ સુધી તેની કિંમત વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. એક રિપોર્ટમાં આ કારની કિંમત 80,000 યુઆન એટલે કે લગભગ 9 લાખથી 12 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. કંપની દ્વારા તેની લોન્ચિંગ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આશા છે કે ટૂંક સમયમાં જ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.