જૂનાગઢમાં દર રવિવારે બહાઉદીન કોલેજ પાસે રવિવારી બજાર ભરાય છે ડમ્પિંગ સાઈડ પાસે જ રખાયેલી ગુજરી બજારમાં 150 થી 200 ધંધાર્થીઓ દ્વારા ખાટલાઓ રાખી કપડાં ઉપરાંત ઘર વપરાશની ચીજવસ્તુઓ વેચવામાં આવે છે જેની ખરીદી માટે હજારો લોકો આવે છે અહીંયા ધંધો કરવા આવતા લોકો પાસેથી મનપા દર મહિને ટોકન ફી રૂપે મોટી રકમ ઉઘરાવે છે પરંતુ મનપા તંત્ર દ્વારા ગુજરી બજારમાં સાફ સફાઈ કરાવવામાં આવતી ન હોવાથી અહીંયા કચરાના ગંજ ખડકાય છે અને ગંદકી વચ્ચે ધંધાર્થીઓને ના છૂટકે વેપાર કરવો પડે છે ધંધાર્થીઓના જણાવ્યા મુજબ તંત્રને અવારનવાર સફાઈ બાબતે રજૂઆત કરવામાં આવે છે પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી આ ઉપરાંત ગુજરી બજાર વચ્ચે જા ડમ્પીંગ સાઈડના વાહનો પણ રાખવામાં આવે છે આમ ગંદકી વચ્ચે લોકોના આરોગ્યને પણ નુકસાની થવાની શક્યતા છે હાલ વાયરલ ઇન્ફેક્શન શરદી તાવ ઝાડા ઉલટી અને કોરોનાના કેસોના પરગવ વચ્ચે ખરીદી માટે આવતા લોકોના પણ આરોગ્યનું જોખમ બની રહે છે તંત્ર દ્વારા દર રવિવારે ભરાતી બજારના આગલા દિવસે જ સફાઈ કરાવી ડીડીટીનો છંટકાવ કરાવે તેવી ધંધાર્થીઓમાંથી માંગ ઉઠી છે
