હાલમાં જ સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે ત્યારે હવે આજથી ગુજકેટ 2023 ની પરીક્ષાનું આયોજન કરાયું છે, અરવલ્લી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાનાર છે, જે માટે શિક્ષણ અને જિલ્લા વહીવટી દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે…
ગુજકેટ 2023 ની પરીક્ષા 3 એપ્રિલ 2023 ના રોજ સોમવારે લેવાનાર છે. જેમાં કુલ 11 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાશે, જેમા 104 બ્લોકમાં, 2029 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજકેટની પરીક્ષા ત્રણ સેશનમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ સેશનમાં ભૌતિક વિજ્ઞાન /રસાયણ વિજ્ઞાન, બીજા સેશનમાં જીવ વિજ્ઞાન, અને ત્રીજા સેશનમાં ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવશે.જેમાં વિદ્યાર્થીઓએ પ્રથમ સેશનમા વર્ગખંડમાં પ્રવેશનો સમય 9:30 કલાકનો રહેશે. અને પરીક્ષા શરૂ થવાનો સમય 10:00 કલાકથી રહેશે.બીજા સેશનમા વર્ગખંડમાં પ્રવેશનો સમય 12:30 કલાકનો રહેશે. અને પરીક્ષા શરૂ થવાનો સમય 1:00 કલાકથી રહેશે. ત્રીજા સેશનમા વર્ગખંડમાં પ્રવેશનો સમય 2:30 કલાકનો રહેશે અને પરીક્ષા શરૂ થવાનો સમય 3:00 કલાક રહેશે. તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે પરીક્ષાના સમયના 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પોહચી જવું