કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કટીબધ્ધ બન્યા છે. હાઇકોર્ટમાં થયેલી રીટ પિટીશન મામલે આગામી રણનીતિ ઘડવા સોમા સહકારી મંડળી ખાતે શક્તિમાના મંદિરે અગરિયાઓની મેરોથાન મીટીંગ યોજાઇ હતી. 1973માં અભયારણ્ય જાહેર થયા બાદ ઘૂડખરની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. ત્યારે ઘુડખરના નામે અગરિયા સમુદાય સામે મોરચો માંડતા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કટીબધ્ધ બન્યા છે.
….કચ્છના નાના રણમાં પેઢી દર પેઢી પરંપરાગતરીતે અગરિયા 300 વર્ષથી મીઠું પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે ઘુડખર અભ્યારણ સને 1973માં જાહેર કરવામાં આવ્યું, ત્યારે ઘુડખરની સંખ્યા માત્ર 700ની આસપાસ હતી. એજ ઘુડખરની સંખ્યા અત્યારે 7000થી પણ વધારે હોવાનું અનુમાન છે અને અગરિયા સમુદાય જ્યાં મીઠું પકવે છે, ત્યાં ઘુડખરને કંઈ ખાવા લાયક નથી. જ્યાં ઘુડખરને ખાવા લાયક જમીન છે, ત્યાં મીઠું પકવતા અગરિયાને કોઈ લેવાદેવા નથી. છેલ્લા ત્રણસો વર્ષથી કચ્છના નાના રણને અગરિયાઓએ જીવની જેમ જાળવણી કરી છે. એમાય અગરિયા અને ઘુડખર એક પરિવાર જેવો નાતો ધરાવે છે. ઘણીવાર અગરિયાઓ અને ઘુડખર એક જ ટાંકાનું પાણી પીવે છે. જેમાં દર વર્ષે ઘુડખરની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. અમુક ઘરના નામે પોતાને પર્યાવરણ પ્રેમી બતાવી આ અગરિયાઓની રોજીરોટી અને અગરિયાઓના પેટ ઉપર પાટો મારવા જેવી વૃત્તિ ધરાવે છે એનો ઇંટનો જવાબ આપવા આગળ કાયદાકીય લડત લડવા બાબતે ચર્ચા વિચારણા કરવા અગરિયા આગેવાન બચુભાઈ, શાંતાબાઇ, પ્રહલાદભાઈ, દીલાભાઇ, ચકુજી ઠાકોર અને સતિષભાઈ તેમજ અગરિયા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

