લક્ઝરી સુપરકારના લવર્સ માટે સારા સમાચાર છે. ઇટાલીની અગ્રણી સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપની માસેરાતીએ ભારતીય બજારમાં તેની પાવરફૂલ સુપરકાર Maserati MC20 લોન્ચ કરી છે. એટ્રેક્ટિવ લૂક અને દમદાર એન્જીનથી સજ્જ આ પાવરફુલ સુપરકારની શરૂઆતની કિંમત 3.69 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ, ભારત) રાખવામાં આવી છે. Maserati તેની અદ્ભુત સ્પોર્ટ્સ કાર માટે સમગ્ર દુનિયામાં પોપ્યુલર છે અને અહીંના માર્કેટમાં આ કાર મુખ્યત્વે ફેરારી, પોર્શે અને લેમ્બોર્ગિની જેવી બ્રાન્ડ્સ સાથે કોમ્પિટિશન કરશે.
જો કે Maserati MC20 ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, અગાઉ આ કાર વર્ષ 2022 માં પણ લોન્ચ થવાની ધારણા હતી પરંતુ મોડું થતાં સુપરકાર આખરે ભારતીય રસ્તાઓ પર આવી પહોંચી છે. ડીલરશીપ સોર્સેને ટાંકીને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારના પ્રથમ યુનિટની ડિલિવરી મે મહિનામાં થઈ શકે છે.
મસેરાટી MC20નો પાવર અને પર્ફોમન્સ
કંપનીએ આ કારમાં 3.0 લીટર કેપેસિટીના પાવરફુલ ટ્વીન-ટર્બોચાર્જ્ડ V6 એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 630hp પાવર અને 730Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 325 kmph છે.
MC20 ની ડિઝાઇન સ્પષ્ટપણે મૂળ MC12 થી પ્રેરિત છે, અને ટ્રેડિશનલ સ્પોર્ટ્સ-કૂપ સિલુએટ આપવામાં આવ્યું છે. બટરફ્લાય ડોર એકવાર ખોલ્યા પછી કારને વધુ અદભૂત બનાવે છે. સુધારેલ એરોડાયનેમિક્સ અને એટ્રેક્ટિવ ફ્લોઇંગ લાઇન્સ સુપરકારને જબરદસ્ત લૂક આપે છે. કંપનીએ વધુ સારા ડાઉનફોર્સ માટે એક નાનું રિયર સ્પોઈલર પણ સામેલ કર્યું છે.
Maserati MC20 પર ઝડપી લૂક
એન્જિન: 3.0L V6
પિક-અપ: માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 100Kmph
ટોપ સ્પીડ: 325 kmph
કિંમતઃ રૂ. 3.69 કરોડ
કંપનીએ આ કારના ઈન્ટિરિયરને સિમ્પલ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે, તેના ઈન્ટિરિયરને ખૂબ જ મહત્વપૂર્ણ અને મિનિમમ બટન્સથી સજ્જ કરવામાં આવ્યું છે. તેની કેબિનમાં, કંપનીએ કાર્બન-ફાઇબર અલકાન્ટારા અને લેધરનો ઉપયોગ કર્યો છે, જે તેની કેબિન પ્રીમિયમ બનાવે છે. તે 10-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે અને 10-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવે છે, જ્યારે કાર્બન ફાઇબરમાં ફક્ત ડ્રાઇવ મોડ સિલેક્ટર, વાયરલેસ સ્માર્ટફોન ધારક, ઇન્ફોટેનમેન્ટ કંટ્રોલ્સ અને કેટલાક અન્ય નાના ફંક્શન હોય છે.