અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ઉમિયા માતાજી મંદિરમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે આઠમનો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા.
મિની ઉંઝા ઉમિયા મંદિર તરીકે ઓળખાતા મોડાસાના ઉમિયા મંદિરે ચૈત્ર નવરાત્રીના અઠમના દિવસે યજ્ઞનું આયોજન થયું, જેમાં યજમાન પદે પટેલ ઇશ્વરભાઇ કાનજીભાઈ તથા સર્વ દર્શનાર્થીઓ તથા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ દિનેશભાઈ તથા અંબાલાલભાઈ મંત્રી તથા ઉપપ્રમુખ પ્રભુદાસભાઈ તથા સહમંત્રી અંબાલાલભાઈ તથા સર્વ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી નિમિત્તે નિત્ય ચંડીપાઠ તથા માતાજીની પુજા અર્ચના કરવામાં આવી હતી તથા સૌ ભાવિક ભક્તોને મહંત શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજે ચૈત્ર નવરાત્રી નિમિત્તે આશીર્વાદ અર્પણ કર્યા હતા.
સમગ્ર અરવલ્લી જિલ્લામાં ચૈત્ર મહિનાની નવરાત્રી સંપન્ન થઈ છે, આ પહેલા હર્ષોલ્લાસ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોડાસાના ઉમિયા મંદિરે યજ્ઞ માં આસપાસના કંપાના ભાવિ ભક્તો જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો. માતાજી ની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓ પણ જોડાય હતા.