ગુજરાતીઓ ટોલ ટેક્સ ભરવામાં દેશમાં ત્રીજા સ્થાને એક જ વર્ષમાં ગુજરાતીઓએ 3600 કરોડ ટોલ ટેક્સ ચૂકવ્યો છે. રાજ્યમાં વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે વિવિધ વિસ્તારો તેમજ રાજ્યો અને દેશમાં ફરતા ગુજરાતીઓ ટોલ ટેક્સ નેશનલ હાઈવે પર નિયમ પ્રમાણે ભરતા હોય છે. મોટી રકમ ગુજરાત તરફથી ટોલ ટેક્સની ભરવામાં આવી રહી છે. ટોલ ટેક્સની આવકમાં નેશનલ હાઈવે પર 51 ટકા જેટલો વધારો થયો છે.
બીજી તરફ ટોલ ટેક્સમાં પમ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યના સ્ટેટ હાઈવે પર ટોલ માફી છે પરંતુ નેશનલ હાઈવે પર તગડો ટેક્સ ચૂકવવામાં આવે છે. ફક્ત ગુજરાતમાં જ ટોલ ટેક્સની આવકમાં 5 વર્ષની અંદર 51 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં વાહનોની સંખ્યા છે. વધુ વાહનો વધી રહ્યા છે જેના કારણે ટોલની આવાકમાં પણ મોટો વધારો થયો છે.
ટોલ ચૂકવવામાં રાજસ્થાન પ્રથમ ક્રમાંકે
ગુજરતીઓ ઉપરાંત રાજસ્થાન રાજ્ય ટોલ ટેક્સ ભરવામાં પ્રથમ સ્થાને તો યુપી બીજા સ્થાને છે ત્યાર બાદ ગુજરાતનો ત્રીજો ક્રમાંક આવે છે. રાજસ્થાને એક વર્ષમાં 4 હજાર કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જો કે, એક જ વર્ષની અંદર તમામ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનો દ્વારા કુલ 34 હજાર કરોડથીચ વધારે ટોલ ટેક્સ ભરવામાં આવ્યો છે.
5 વર્ષમાં ગુજરાતીઓએ 14603 કરોડ ટોલ ટેક્સ ચૂકવ્યો
રાજસ્થાને 5 વર્ષમાં 16751 કરોડ ટોલ ટેક્સ ભર્યો છે ઉત્તર પ્રદેશે 15427 કરોડ ટોલ ટેક્સ ભર્યો છે જ્યારે ગત એક વર્ષમાં 4183 કરોડ ટોલ ટેક્સ ભર્યો છે જો કે, 5 વર્ષમાં રાજસ્થાને સૌથી વધુ ટોલ ટેક્સ ભર્યો છે જ્યારે ગુજરાતે 14603 કરોડ 5 વર્ષમાં ટોલ ટેક્સ ભર્યો છે.
આવતી કાલથી ટોલ ટેક્સમાં 14 ટકાનો વધારો
આવતી કાલથી નેશનલ હાઈવેના ટોલ ટેક્સ પર 14 ટકા વધુ ટોલ ટેક્સ ચૂકવવાની ફરજ લોકોને પડશે તેમાં પણ વધુ આવક સરકારને થશે. ફૂગાવામાં થયેલા ફેરફારને આધારે ટોલ ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં ટોલની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં દેશમાં ટોલની આવકમાં 60 ટકાનો વધારો થવા પામ્યો છે.