જુનાગઢ માં દર વર્ષે હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રીરામ ના જન્મ જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે શહેરના માર્ગો પર શોભાયાત્રા નું આયોજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરાયું છે જેમાં આ વખતે ભગવાન શ્રીરામની પાલખીયાત્રા સૌથી આગળ રહેશે ત્યારબાદ 47 જેટલા અલગ અલગ પ્લોટ બનાવવામાં આવ્યા છે જેમાં વિશિષ્ટ સ્વામી વિવેકાનંદ ગૌતમ બુદ્ધ ટેબલો ઉભા કરવામાં આવશે તેમજ ભગવાન શ્રીરામ ના જીવન આધારીત પ્લોટ મૂકવામાં આવશે આ રીતે જૂનાગઢની સેવાભાવી સંસ્થા શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી નામના જન્મ જયંતી નિમિત્તે સવારથી ન જ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં મંદિરમાં પૂજન અર્ચન કરવામાં આવશે ત્યારબાદ શોભાયાત્રા ની તૈયારી શરૂ કરી દેવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા શહેરના રામજી મંદિર થી મહાનુભવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવાનો નક્કી કરાયું છે ત્યારબાદ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરશે અને મોટી સંખ્યામાં લોકો આશુભાયાત્રા ના દર્શન કરશે

