પાકિસ્તાન આર્થિક સંકટના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં મફતના લોટ માટે નાગરિકો એકબીજા સાથે લડી રહ્યા છે. નાગરિકો પાસે લોટ ખરીદવા માટે પણ પૂરતા પૈસા નથી. પેશાવરમાં લોટથી ભરેલી ટ્રકમાં એવી લૂંટ મચી કે જેને જોઈને દુનિયાને પાકિસ્તાન પર દયા આવી રહી છે.
પાકિસ્તાન સરકારે પંજાબ પ્રાંતમાં ગરીબો માટે મફત લોટ યોજના શરૂ કરી છે. આર્થિક રીતે પછાત લોકોમાં મફત લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોંઘવારીને હરાવવા માટે રમઝાન પેકેજ હેઠળ પંજાબ પ્રાંતના ગરીબો માટે મફત લોટ યોજના શરૂ કરવામાં આવી. આ આયોજન દરમિયાન નાગરિકોએ લૂંટ મચાવી દીધી.
મફતના લોટ માટે લોકો ચલાવી રહ્યા છે ખુલ્લી લૂંટ
ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં સેંકડો પાકિસ્તાનીઓ પેશાવરમાં ગરીબ લોકો માટે ઘઉંનો લોટ લઈ જતી ટ્રકની પાછળ ભાગતા અને ધક્કામુક્કી કરતા જોવા મળે છે. વીડિયોમાં નાગરિકો લોટ મેળવવા માટે લડી રહ્યા છે. લોકો એકબીજાને કોણી મારતા દેખાઈ રહ્યા છે. લોકો ટ્રક પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાશન વિતરણ કેન્દ્ર પર લોટ પહોંચે તે પહેલા જ લોકો લૂંટ કરીને ભાગી ગયા.
એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું કે પાકિસ્તાન સરકાર સાંબરાલની લોટ મિલોમાં મફત લોટનું વિતરણ કરી રહી છે, પરંતુ તે પહેલા પેશાવરમાં લોકોએ મફત લોટથી ભરેલી ટ્રક લૂંટી લીધી.
લોટની રાહમાં જઈ રહ્યા છે જીવ
પ્રદર્શનકારીઓ લોટ લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. જ્યારે તેમની ધીરજ તૂટી ત્યારે તેઓએ રસ્તો રોકી દીધો અને લોટ લૂંટવા લાગ્યો. લોકોને 10 કિલોનું પેકેટ પણ મળી શક્યું નથી. અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકાર દ્વારા ગરીબો માટે રાહત પેકેજ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં લૂંટ મચી ગઈ.
અહેવાલ મુજબ, મફતનો લોટ મેળવવાનો પ્રયાસ કરવામાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓછામાં ઓછા ચાર વૃદ્ધ લોકોના મોત થયા છે. લોકો વિતરણ કેન્દ્રો સુધી પહોંચી શકતા નથી. ભીષણ લૂંટના કારણે લોકો પરેશાન છે. વિતરણ કેન્દ્રો પર રાહ જોતા લોકો મરી રહ્યા છે.
બેહાલ પાકિસ્તાનને નથી મળી રહ્યું કોઈનું સમર્થન
પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ મચી ગઈ છે. પાકિસ્તાની વિદેશી મુદ્રા ભંડાર ઘટીને લગભગ USD 3 બિલિયન થઈ ગયો છે. દેશને ભંડોળની તાત્કાલિક જરૂર છે, પરંતુ કોઈ દેશ કે IMF મદદ માટે આગળ આવી રહ્યું નથી. પાકિસ્તાન તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાનને પૈસાની સખત જરૂર છે પરંતુ તેની સાથે કોઈ ઊભું નથી. તેના મિત્ર ચીને તેની સાથે દગો કર્યો છે. લોકો પ્રાથમિક જરૂરિયાતો માટે પણ ફાંફાં પડી રહ્યા છે.