Top 5 upcoming SUV in 2023: સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) હવે કાર ખરીદનારાઓ માટે ખાસ પસંદગી બની રહી છે. તે જ સમયે, કાર કંપનીઓ પણ આ સેગમેન્ટ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં SUV વધુને વધુ પોપ્યુલર બની છે. તેનું કારણ મજબૂત લુક, મોટી કેબિન અને હાઈટેક ફીચર્સ છે. ખરીદદારો પાસે SUV સેગમેન્ટમાં ઉપલબ્ધ બેસ્ટ ઓપ્શન્સની વિશાળ શ્રેણી છે. તે જ સમયે, આવનારા સમયમાં કેટલીક શાનદાર SUV કાર લોન્ચ થવા જઈ રહી છે. અહીં અમે કેટલીક એવી લક્ઝુરિયસ SUV વિશે જણાવ્યું છે જે 2023માં ભારતીય માર્કેટમાં લોન્ચ થવા માટે તૈયાર છે.
મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ
નવી Maruti Suzuki Fronx ભારતમાં આવતા મહિને લોન્ચ થશે. આ માટે બુકિંગ ખુલ્લું છે અને તેને અત્યાર સુધીમાં 13,500 થી વધુ ઓર્ડર મળ્યા છે. FRONX 1.0-લિટર ટર્બો પેટ્રોલ મોટર દ્વારા સંચાલિત હશે જે 98.6 Bhp અને 147.6 Nm જનરેટ કરે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ AT સાથે જોડાયેલું છે. તે 1.2-લિટર નેચરલ રીતે એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે પણ આવશે જે 88.5 bhp અને 113 Nm જનરેટ કરે છે, જે 5-સ્પીડ MT અને AMT સાથે જોડાયેલું છે.
મારુતિ સુઝુકી જિમ્ની 5-ડોર
Maruti Suzuki Jimny 5-door SUV પણ એક બેસ્ટ ઓપ્શન છે. તેની કિંમતો મે 2023 માં જાહેર કરવામાં આવશે અને SUV ને અત્યાર સુધીમાં 23,500 થી વધુ બુકિંગ મળી ચુક્યા છે. જિમ્નીને 1.5-લિટર નેચરલ રીતે એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળશે જે 103 bhp અને 134 Nm ટોર્ક જનરેટ કરે છે, જે 5-સ્પીડ MT અને 4-સ્પીડ AT સાથે જોડાયેલું છે. તે વધુ સારી ઑફ-રોડ કેપેસિટી માટે AllGrip Pro 4X4 સિસ્ટમ પણ મેળવશે.
કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ
ફેસલિફ્ટેડ કિયા સેલ્ટોસ 2023ના મધ્ય સુધીમાં ભારતમાં આવવાની અપેક્ષા છે. મિડીયમ સાઇઝની SUV અપડેટેડ સ્ટાઇલ અને વધુ ફિચર્સ સાથે આવશે. તેમાં એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ પણ મળશે. એન્જિન પર આવતાં, ભારત સ્પેક સેલ્ટોસ ફેસલિફ્ટ વર્તમાન મોડલ જેવું જ રહેશે, પરંતુ 1.4-લિટર યુનિટને બદલે વધુ શક્તિશાળી 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે.
હોન્ડા મિડીયમ સાઇઝની SUV
હોન્ડા આખરે આ વર્ષે મે સુધીમાં ભારતમાં નવી મિડીયમ સાઇઝની SUV રજૂ કરશે. તે અમેઝ પ્લેટફોર્મના સંશોધિત વર્ઝન પર આધારિત હશે અને તેમાં ઘણી શાનદાર ફિચર્સ મળશે. હોન્ડાની નવી મિડ-સાઇઝ SUVમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન મળે તેવી શક્યતા છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 7-સ્ટેપ CVT સાથે જોડાયેલી છે. સિટી e:HEV જેવું 1.5-લિટર મજબૂત હાઇબ્રિડ યુનિટ પણ હોઈ શકે છે.
હ્યુન્ડાઈની માઇક્રો એસયુવી
આ યાદીમાં છેલ્લી SUV હ્યુન્ડાઈની માઇક્રો એસયુવી છે, જે આ વર્ષના અંત સુધીમાં શોરૂમમાં આવવાની ધારણા છે. Grand i10 પ્લેટફોર્મ પર આધારિત, આ કારની ડિઝાઇન વિદેશમાં વેચાતી Casper જેવી હોઈ શકે છે. તે ભારતમાં કંપનીની સૌથી સસ્તી SUV હશે. તેમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળવાની શક્યતા છે. તે Tata Punch, Citroen C3 જેવા વ્હકલ્સ સાથે કોમ્પિટિશન કરશે.