ગિરનાર પર્વત પર પ્રદૂષણ, ગંદકીના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી ત્યારે ગિરનાર પર્વત પર પોલીસ તૈનાત રહેશે. ગિરનાર પર્વત પરની ગંદકીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સરકારે જવાબ રજૂ કર્યો હતો. 100 પગથિયાં પર એક પોલીસકર્મી હાજર રહેશે ત્યારે હલે ગિરનાર પર્વત પર પોલીસ સુરક્ષાને લઈને તહેનાત રહેશે.
ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી અરજી
પ્રદૂષણના મુદ્દે એક અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે પ્લાસ્ટિકથી ફેલાતું પ્રદૂષણ કુદરતી સ્થળોને નુકસાન પહોંચાડે છે. જેમાં ગિરનાર પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિરની આસપાસ વધુ ગંદકી જોવા મળી હતી.
લોકોએ આ મામલે કરી હતી ચિંતા
ગુજરાત સરકાર રાજ્યના સૌથી ઊંચા અને સૌથી મોટા પર્વત ગિરનાર પર્વતની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા મામલે કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જૂનાગઢમાં આવેલ ગિરનાર એ ગુજરાત રાજ્યનો સૌથી ઉંચો પર્વત છે. ગત વર્ષે ગિરનાર પર્વત પર ગંદકીનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.કોર્ટે સરકારને ફટકાર લગાવી અને સફાઈ કરવા કહ્યું છે. જૂનાગઢમાં આવેલી ટેકરીઓ ગિરનાર પર્વત તરીકે ઓળખાય છે. આ પ્રદેશ જૈન અને હિંદુ ધર્મની માન્યતાઓ સાથે જોડાયેલો છે. ગીરનાર પર્વતની પવિત્રતા અને સ્વચ્છતા માટે જૈન ધર્મ તરફથી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ પર્યાવરણવાદીઓ પણ આ મુદ્દે સતત અવાજ ઉઠાવતા હતા.
ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી થશે
કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સરકારના નિવેદન અનુસાર, તે પર્વતની સ્વચ્છતા જાળવવા માટે માનવશક્તિનો ઉપયોગ કરશે. સ્વચ્છતા જાળવવા માટે પોલીસકર્મીઓ તૈનાત રહેશે. પર્વત પર એલઈડી, ડસ્ટબિન અને સાઈન બોર્ડ પણ લગાવવામાં આવશે. ગંદકી ફેલાવનારાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે પ્રદૂષણ મુદ્દે લોકોમાં જાગૃતિ આવે તે પણ જરૂરી છે. કોર્ટે કહ્યું કે, પ્લાસ્ટિક પ્રતિબંધનો કડક અમલ કરો. આ મામલે વધુ સુનાવણી જુલાઈના પ્રથમ સપ્તાહમાં હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે.