પોરબંદર પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને જણાવ્યું
પોરબંદર પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને જણાવ્યું હતું.
સુરક્ષા સેતુ અંતર્ગત નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ તથા ડો. રવિ મોહન સૈનીની સુચના અને ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામીના તેમજ મહિલા પોલીસ સ્ટેશનના આર.એમ.રાઠોડના માર્ગદર્શન મુજબ માર્ગ સલામતી જાળવવા બાબતે વાહન ચાલકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનના કે.એમ.સૈયાદ સા. તથા મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા માર્ગ સલામતી જાળવવા અંગે વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસની પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી. તથા ટ્રાફિકના તમામ નિયમોનુ પાલન કરવાની સુચનાઓ કરવામાં આવી હતી. જેમા ડ્રાઇવીંગ કરનાર વ્યક્તિએ લાયસન્સ, પી.યુ.સી., વિમો તથા આર.આર.સી.બુક, પાર્સીંગ, પરમીટ સહિત જરૂરી દસ્તાવેજો અવશ્ય સાથે રાખવા, ડ્રાઇવીંગ સમયે મોબાઇલનો ઉપયોગ ન કરવો, રસ્તા પર ગમે ત્યા પાર્કીંગ ન કરવુ, નશો કરીને વાહન ન ચલાવવુ, ખોટી રીતે ઓવરલોડીંગ કરસો નહિ, ટુ ચીલર વાહનમાં હેલ્મેટ અવશ્ય પહેરવુ વગેરે બાબતોની સલાહ આપવામાં આવી હતી. તેમજ બસ સ્ટેશન વિસ્તારમા સીનીયર સીટીજનની મુલાકત કરવામાં આવી તથા તેમને કોઇ મુશ્કેલી હોય તો પોલીસનો સંપર્ક સાધવાનુ કહેવામાં આવ્યુ હતું. તેમજ સીનીયર સીટીજન હેલ્પ લાઇન ૧૪૫૬૭ બાબતે મહિતગાર કરવામાં આવ્યા હતા.