જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અવનવી રિસર્ચ નો અભ્યાસ કરવામાં આવતો હોય છે ત્યારે ગુજરાતમાં હવે પ્રથમ વખત વાઇલ્ડ લાઇફ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ માટે સરકારે 15 કરોડ ફાળવ્યા છે ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સિંહ અને વન્ય પ્રાણીઓને લઈ વિજ્ઞાનિક રીતે સંશોધન થાય એ માટેની યોજના બની રહી છે તેવું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં સોરઠના સાવજોની અવનવી વાતો લોકો ને જાણવા મળશે હાલ યુનિવર્સિટીમાં 19 વિષયોમાં પીએચડી પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં 542 વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે 42 વિદ્યાર્થીઓએ પીએચડી પૂરું કર્યું છે સાથે સાથે યુનિવર્સિટી ટીચિંગ સ્ટાફ માટે યુનિવર્સિટી દ્વારા માઈનર રિસર્ચ પ્રોજેક્ટ સંદર્ભે 50,000 રૂપિયાનું અનુદાન પણ જાહેર કરવામાં આવ્યું છે જે રકમનો હિસાબ પ્રોજેક્ટના અંતે યુનિવર્સિટીમાં જમા કરાવવાનો હોય છે આથી હવે વાઇલ્ડ લાઈફ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ પણ શરૂ થશે દુનિયા આખી ને વિસ્તૃત અને સચોટ માહિતી મળશે હવે સંશોધકો ને મહેસૂર દેહરાદુન બેંગલોર ચેન્નઈ વગેરે જગ્યાએ જવું નહીં પડે

