હાલ સમાજમાં કોઈપણ કારણોસર છુટાછેડાનું પ્રમાણ વધતુ જાય છે. અને નાની નાની બાબતોમાં જતુ ન ક૨વાની ભાવનાથી પતિ-પત્નિ વચ્ચેના સંબંધોમાં તિરાડો વધતી જતી હોય અને છેવટે છુટાછેડામાં ૫રીણામતી હોય અને તે સમયગાળા દરમ્યાન દિકરા કે, દિકરી નો જન્મ થઈ ગયેલો હોય ત્યારબાદ છુટાછેડા પછી સામાન્ય સંજોગોમાં નાનુ બાળક માતા સાથે જ જતુ હોવાના કારણે અને ત્યારબાદ માતા દ્રારા બીજા લગ્ન કરવામાં આવતા હોય અને ત્યારે બાળક પણ સાથે જ જતુ હોવાના કા૨ણે તેના જન્મના દાખલામાં પિતા તરીકે ઓરીજનલ પિતાનું નામ લખેલુ હોય જયા૨ે સ્કુલમાં દાખલ કરતી વખતે તેમજ આધારકાર્ડ તથા રેશનકાર્ડ વિગેરેમાં નવા પિતાનું નામ આવતુ હોય તેના કારણે ધણી વિસંગતતાઓ ઉભી થતી હોય છે. અને આવી સમસ્યા નું કાયદામાં કોઈ નિરાકરણ ન હોય અને જે તે ગ્રામ પંચાયત કે, નગરપાલિકા જન્મના દાખલામાં પિતાના નામમાં સુધારો કરી આપતા ન હોય તેથી બાળકના ડોકયુમેન્ટમાં તેના વાંક ગુન્હા વગ૨ કાયદાકીય ગુંચ ઉભી થતી હોય અને તે સંબંધે પો૨બંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે નીચેની કોર્ટમાં અલગ અલગ દાવાઓ ક૨ી પિતાના નામમાં સુધારો કરી આપવા હુકમ કરવા માંગણી કરતા પરંતુ નીચેની કોર્ટ દ્રારા દાવાઓ નામંજુર કરેલા હતાં. પરંતુ એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા હાર સ્વિકા૨વાના બદલે પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટમાં તે હુકમને ચેલેન્જ ક૨ેલા હતાં. અને અપીલો દાખલ કરેલી હતી. અને આવી અપીલો પોરબંદરના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી ભટ મેડમ ની કોર્ટમાં ચાલી જતા અને ત્યાં વિગતવાર દલીલ કરી બાળકના ભવિષ્યનો સવાલ હોય તેને નોકરી તથા આગળ અભ્યાસમાં તેમજ પાસપોર્ટ કઢાવવામાં પણ ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થવાની સંભાવના રહેલી હોય અને અગાઉના છુટાછેડાનું લખાણ તથા નવા લગ્નની નોંધણીનો દાખલો તથા બાળકને નવા પિતા દ્વારા દતક લેવામાં આવેલ હોય તેનુ નોધાયેલ દતક વિધાન રજુ કરેલા હોય ત્યારે આવા કીસ્સામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટ દ્રારા માનવીય અભિગમ રાખી સુધારો કરી આપવાના હુકમો કરેલા હોય તેવી ઓથોરીટી ૨જુ ક૨તા નામદાર કોર્ટ દ્રારા તમામ અપીલોમાં હુકમો કરી જન્મના દાખલાઓમાં બાળકના નામની પાછળ નવા પિતાનું નામ ઉમેરી દેવા અને તે મુજબ નવો દાખલો કાઢી આપવા હુકમો કરેલ છે.
આ કામમાં અપીલકર્તાઓ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતાં.