ઓફિસ જવાનું હોય કે શહેરની સવારી, કોમ્યુટર સેગમેન્ટની બાઇક સૌથી બેસ્ટ માનવામાં આવે છે. ઓછી કિંમત, સારી માઈલેજ અને ઓછા મેન્ટેનન્સને કારણે લોકો આ સેગમેન્ટની બાઈકને વધુ પ્રાધાન્ય આપે છે. આ જ કારણ છે કે લગભગ દરેક ટુ-વ્હીલર ઉત્પાદક માટે કોમ્યુટર સેગમેન્ટમાં પગ જમાવવો એ પ્રાથમિકતા છે. આ મહિને Hero MotoCorp અને Honda બંનેએ ભારતીય બજારમાં તેમની બે નવી બાઇક સુપર સ્પ્લેન્ડર Xtec અને Honda Shine 100 રજૂ કરી છે. આ બંને બાઇક સેગમેન્ટમાં તેમની ઓછી કિંમત, સારી માઇલેજ અને ઓછી જાળવણી માટે જાણીતી છે.
હીરો સુપર સ્પ્લેન્ડર Xtec: રૂ 83,368
સૌ પ્રથમ, અમે Hero MotoCorpના નવા સુપર સ્પ્લેન્ડર વિશે વાત કરીશું, કંપનીએ 6 માર્ચે તેની નવી મોટરસાઇકલ Super Splendor Xtec લોન્ચ કરી. એટ્રેક્ટિવ લૂક અને મજબૂત એન્જિન સેપેસિટીથી સજ્જ, આ કોમ્યુટર બાઇકની શરૂઆતની કિંમત 83,368 (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. બાઇકના લૂક અને ડિઝાઇન વિશે વાત કરીએ તો, કંપનીએ LED હેડલાઇટ્સ અને LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL’s) સામેલ કરી છે. જે હાઈ અને લો બીમ વચ્ચે અલગ પડે છે. આ સિવાય સિંગલ-પીસ સીટ, ગ્રેબ રેલ, હેલોજન ટર્ન ઈન્ડિકેટર્સ અને ઓવરઓલ સ્લિમ બિલ્ડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, સુપર સ્પ્લેન્ડર Xtec હવે બે નવી પેઇન્ટ સ્કીમ કેન્ડી બ્લેઝિંગ રેડ અને મેટ એક્સિસ ગ્રે પેઇન્ટ સ્કીમમાં આવે છે.
Hero MotoCorp એ નવા સુપર સ્પ્લેન્ડરમાં અપડેટેડ OBD2 સુસંગત 124.7cc સિંગલ-સિલિન્ડર એન્જિન આપ્યું છે જે 10.7bhp પાવર અને 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. તેને ફાઈવ સ્પીડ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે. જો કે, કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ બાઇક 68 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપશે. આ સિવાય બાઇકમાં આપવામાં આવેલી i3S ટેક્નોલોજી બાઇકની માઇલેજ વધારવામાં મદદ કરે છે.
આ ફિચર્સથી સજ્જ
Xtec ટ્રીમને આપવામાં આવેલ સૌથી મોટા અપડેટ્સમાંનું એક બ્લૂટૂથ કનેક્ટિવિટી અને સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલનો ઉમેરો છે. Super Splendor Xtec ને એક નવું LCD મળે છે જે તમારા સ્માર્ટફોન સાથે જોડી શકાય છે અને મિસ્ડ કોલ/એસએમએસ ચેતવણીઓ તેમજ વિવિધ રીડઆઉટ વિશે માહિતી મેળવી શકે છે. ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રિપ મીટર, ફ્યુઅલ લેવલ રીડઆઉટ અને માઇલેજ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય યુએસબી ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે. આ બાઇક કુલ બે વેરિઅન્ટમાં આવે છે. તેના ડ્રમ વેરિઅન્ટની કિંમત 83,368 રૂપિયા અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 87,268 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
હોન્ડા શાઈન 100: રૂ. 64,900
જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હોન્ડાને Hero MotoCorpની સૌથી નજીકની હરીફ માનવામાં આવે છે અને કંપનીએ આ નવી સસ્તી બાઇક સાથે 100 cc સેગમેન્ટના કસ્ટમર્સને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, કંપનીએ Honda Shine 100ને એક સાધારણ કમ્યુટર બાઇક તરીકે ડિઝાઇન કરી છે. તે થોડો સ્પોર્ટી હેડલેમ્પ કાઉલ અપફ્રન્ટ અને બ્લેક-આઉટ એલોય મેળવે છે. સીટ સપાટ છે અને ગ્રાફિક્સ અને સ્ટીકરો ફ્યુઅલ ટેંક પર મૂકવામાં આવ્યા છે. તે ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્કસ સાથે તમામ નવી ડાયમંડ ફ્રેમ પર આધારિત છે. એટ્રેક્ટિવ ફ્રન્ટ કાઉલ, બ્લેક એલોય વ્હીલ્સ, પ્રેક્ટિકલ એલ્યુમિનિયમ ગ્રેબ રેલ, બોલ્ડ ટેલ લેમ્પ અને સ્લીક ડિસેન્ટ મફલર મોટરસાઇકલની સ્મૂધ સ્ટાઇલને પૂરક બનાવે છે.
કંપની દાવો કરે છે કે Shine 100 ને એક નવું 99.7cc ક્ષમતાનું OBD-2 અનુરૂપ એન્જિન આપવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે તે 20 ટકા સુધી ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર ચાલી શકે છે. આ એન્જિન PGM-FI ટેક્નોલોજીથી સજ્જ છે. તેમાં એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર (eSP) સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ એન્જિન 7.61hpનો પાવર અને 8.05Nmનો ટોર્ક જનરેટ કરે છે.
આ ફિચર્સથી સજ્જ
એન્ટ્રી લેવલ એફોર્ડેબલ બાઇક હોવાને કારણે તેમાં વધારે એડવાન્સ ફીચર્સ નથી મળતા. પરંતુ કંપનીએ પ્રાઇસ સેગમેન્ટ અનુસાર વધુ સારા ફીચર્સ સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાં હેલોજન હેડલાઇટ સાથે એક સરળ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે. તેમાં કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ, ફ્યુઅલ-ઈન્જેક્શન અને ઓટો-ચોક સિસ્ટમ છે. આ બાઇક કુલ 5 કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે જેમાં રેડ સ્ટ્રાઇપ્સ, સાથે બ્લેક, બ્લુ સ્ટ્રાઇપ્સ સાથે બ્લેક, ગ્રીન સ્ટ્રાઇપ્સ સાથે બ્લેક, ગોલ્ડન સ્ટ્રાઇપ્સ સાથે બ્લેક અને ગ્રે સ્ટ્રાઇપ્સ સાથે સાથે આવે છે. નવી Shine 100 ની કિંમત રૂ. 64,900 થી શરૂ થાય છે અને કંપની બાઇક સાથે ખાસ 6-વર્ષનું વોરંટી પેકેજ (3 વર્ષ સ્ટાડર્ડ + 3 વર્ષ વૈકલ્પિક એક્સટેન્ડેડ વોરંટી) પણ ઓફર કરી રહી છે.