જુનાગઢ શહેરના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ દરગાહ પાસે મુખ્ય રોડ ઉપર પાણીની પાકી કુંડી બનાવી ઢોરવાડો ઉભો કરાયો છે વાહનો તેમજ લોકોની અવર-જવર વાળા આપ પેટા રોડ ઉપર આ જગ્યાએ પશુઓને ચારો નાખવામાં આવી રહ્યો છે તેના લીધે ટ્રાફિક સમસ્યા વકરે છે જાહેરનામું છતાં આવી સ્થિતિથી તંત્રોની કામગીરી સામે પ્રશ્ન ઊઠ્યા છે આ બાબતે સ્થાનિક લોકો અને વેપારીઓ તેમજ રાજકીય આગેવાનોની પણ વારંવારની રજૂઆતો થતા કોર્પોરેશનમાંથી કોઈ વ્યક્તિ આ ઢોરવાડા પાસે થતી ગંદકી દૂર કરવા કે ઉકેલ લાવવા આવતું નથી મહાપાલિકા તંત્રએ પશુઓ માટે ચારો અપાઈ શકે તે માટે ચોક્કસ સ્થળોએ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એ દિશામાં અમલ પણ કરવામાં આવે તો શહેરના ધમધમતા આવા વિસ્તારોમાં ઢોરવાડા ઊભા ન થાય અને દાન-પુણ્ય કરવાવાળા પણ સચવાઈ શકે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે શહેરોમાં રઝળતા પશુઓ બાબતે ટિપ્પણી અને અણગમા બાદ અન્ય કોર્પોરેશનને પગલાં લીધા છે પણ જૂનાગઢના નીભંર તંત્રએ કોઇ પગલાં ન ભરતા જૂનાગઢના કેટલાક રહીશો સાથે મળી હાઇકોર્ટ સમક્ષ રાવ કરશે તેવું જણાવાય રહ્યું છે શહેરના આ વિસ્તાર સહિત અનેક સ્થળોએ ખુલ્લેઆમ ચારો નાખવામાં આવી રહ્યો છે જેને લીધે અનેક સમસ્યાઓ ઊભી થાય છે છતાં મહાપાલિકા બે ધ્યાન છે તેની સામે લોકોમાં રોષ છે
