ગિરનાર પર્વત પ્લાસ્ટિકના ગંજથી દૂષિત થઈ ગયો છે વન વિભાગ કે તંત્ર દ્વારા આજદિન સુધી ગિરનાર સફાઈ મુદ્દે કોઈ ધ્યાન આપવામાં આવતું જ નથી ગિરનાર અભ્યારણ હોવા છતાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે પ્લાસ્ટિકના કારણે અભ્યારણ અને અભ્યારણના પ્રાણી પશુ પક્ષીઓને ખૂબ મોટું નુકસાન થાય છે શહેરો પ્લાસ્ટિકના ઉકરડાથી ખદબદી રહ્યા છે પરંતુ હવે અભ્યારણ પણ બાકાત રહ્યા નથી આજ સુધી જેની જવાબદારી છે તે તંત્ર પણ કોઈ કાર્યવાહી કરતું ન હતું. જાગૃત એડવોકેટ દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હાઇકોર્ટે આ બાબતે ગંભીરતાથી લઈ તંત્રનો ઉધડો લેતા હવે ગિરનારને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા અધિકારીઓ સુફિયાણી વાતો કરે છે વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ દ્વારા તારીખ 22.5.2019 ના પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના વિવિધ અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવાસનના હેતુથી મુલાકાત લેતા વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે વન અને વન્યજીવોને નુકસાન થઈ રહેલ છે. મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ઉત્પાદનો પાણીની બોટલો પોલીથીન થેલીઓ પેકિંગ મટીરીયલ્સ ગમે ત્યાં ફેંકી દે છે પ્લાસ્ટિકમાંથી બનતી પેદાશો નોન બાયોડીગ્રેડેબલ હોય છે તેનો નાશ થતો ન હોવાથી વર્ષો સુધી જે તે હાલતમાં પડી રહે છે પીવીસીનો બગાડ જમીનમાં રાસાયણીક ઝેર ફેલાવે છે

