મહામારી પછી ઘરની અંદર ફૂલછોડ લગાવવાનો શોખ વધ્યો છે. ખાસ કરીને યુવાનો હાઉસ પ્લાન્ટ્સમાં વધુ રસ લેતા થયા છે. અમેરિકન વસતીગણતરી વિભાગના મતે 2020માં અમેરિકનોએ 2019ની તુલનામાં ગાર્ડનિંગ પાછળ રૂ. 70 હજાર કરોડથી વધુ ખર્ચ ર્યો છે. સોશિયલ મીડિયા પર અનેક કોમ્યુનિટી પણ બની છે. અનેક સંશોધનો કહે છે કે ફૂલ-છોડ આપણને ખુશ અને સ્વસ્થ રાખે છે.
શાંત રાખે છે : નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીમાં હોર્ટિકલ્ચર સાયન્સમાં આસિસ્ટન્ડ પ્રો, મેલિન્ડા નથ કહે છે કે આપણી લાળમાં તણાવ પેદા કરતા હોર્મોન અને કોર્ટિસોલ હોય છે. આપણે ફૂલછોડની આસપાસ રહીએ ત્યારે તેમાં ઘટાડો થાય છે. એક સંશોધન પ્રમાણે હોસ્પિટલમાં રાહ જોતા લોકોનો સામનો અસલી ફૂલ-છોડ કે કુદરતી સૌંદર્ય બતાવતી તસવીર સાથે થાય ત્યારે તેમનો તણાવ ઘટે છે.
એકાગ્રતા વધારે છે : અનેક સંશોધન કહે છે કે હરિયાળી બાળકો સહિત બધાની એકાગ્રતા વધારે છે. એક સંશોધન પ્રમાણે જે વર્ગખંડમાં ગ્રીન વૉલ કે વર્ટિકલ ગાર્ડન હતાં ત્યાં બાળકો અભ્યાસમાં વધુ ધ્યાન આપતાં. મેલિન્ડા નથ કહે છે કે, મારા ઘરમાં 50-60 અને યુનિવર્સિટી ઓફિસમાં 45 છોડ છે. એક સંશોધન પ્રમાણે તેની હાજરથી કામમાં વધુ મન લાગે છે. એક સંશોધન પ્રમાણે, ફૂલ-છોડમાં બીમારી, ઘા કે ઓપરેશન પછી ઝડપથી સ્વસ્થ થઈ શકાય છે.
હોસ્પિટલમાં ભરતી થયેલા જે લોકોને ફૂલ- છોડ કે વૃક્ષો જોવા મળતાં હતાં તેઓ ઝડપથી સાજા થઈ ગયા હતા. તેમણે હરિયાળી ના જોતા લોકોની તુલનામાં હોસ્પિટલમાં ઓછું રહેવું પડ્યું હતું. એટલું જ નહીં, પેઇનકિલર્સ દવાઓની પણ ઓછી જરૂર પડી હતી. અમેરિકન હોર્ટિકલ્ચર થે૨૫ી એસોસિયેશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડેરેક સ્ટોવેલ કહે છે કે ફક્ત ફૂલ- છોડ જોવાથી પણ અનેક લાભ થાય છે.