અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે મોડાસામાં કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ માટેના બેદીવસિય તાલીમ વર્ગનું સમાપન
મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે મોડાસામાં કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓના કર્મચારીઓ માટેના બે દિવસીય તાલીમ વર્ગનું સમાપન સંઘના ડિરેકટર શામળભાઇ એમ.પટેલના સાન્નિધ્યે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીના મેનેજર, સેક્રેટરીઓ ,એકાઉન્ટન્ટસ તેમજ કર્મચારીઓને સોસાયટીઓમાં ગુડ ગવર્નનન્સ અને ઇ -ગવર્નનન્સ અંગે વિસ્તૃત માહિતી
બે દિવસીય આ તાલીમ વર્ગમાં આણંદ જિલ્લા સહકારી સંઘના નિવૃત્ત એક્ઝિક્યુટિવ ઓફિસર અને વિષય નિષ્ણાત સુરેશભાઈ પટેલ તથા બીજા તજજ્ઞ જે.કે.દરજી દ્વારા
સોસાયટીઓમાં ગુડ ગવર્નનન્સ અને ઇ -ગવર્નનન્સ અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું.
સહકારી અગ્રણી શામળભાઈ પટેલે સહકારી ક્ષેત્ર અને સહકારી સંસ્થાઓની ભૂમિકા વિશે અને સહકારી ક્ષેત્રમાં નૈતિકતા ઉપર ભાર મૂકી ઘણી જ મહત્વની વિગતો સાથે તાલીમાર્થીઓને સંબોધન કર્યું હતું.તાલીમાર્થીઓ એ સંઘ દ્વારા તાલીમ વર્ગો યોજીને મહત્વપૂર્ણ જાણકારી આપવાના પ્રયાસોને આવકાર્યા હતાં. આ તાલીમ વર્ગનું સંચાલન સંઘના એક્ઝિક્યુટિવ
ઓફિસર હરિપ્રસાદ જોશીએ કર્યું હતું.સંઘના કર્મચારી- યાજ્ઞિક,કુલદીપ, હાર્દિક, રાધાબેન કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠવેલ હતી