પોરબંદરની ગોઢાણિયા એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસબાદ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન આપતો અને વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો માટે સેમિનાર યોજાયો હતો.
વિદ્યાર્થીઓમાં સંશોધનવૃત્તિ અને પદ્ધતિસરની ટેકનીકલ નોલેજ અંગે વિશેષ માહિતી મળી રહે તેવા ઉમદા હેતુસર પોરબંદર ખાતે છેલ્લા પાંચ વર્ષથી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો. વી. આર. ગોઢાણિયા એન્જીનીયરીંગ એન્ડ આઇ.ટી. કોલેજના મીકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા `મીકેનિકલ એન્જીનીયરીંગ પછીની મળતી તકો’ વિષય પર સેમિનાર યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. સંજય અગલે જણાવ્યું હતું કે સંશોધન અને વિકાસ જ્ઞાનના યુગમાં મુખ્ય એન્જીન છે. દેશમાં સૌથી વધારે યુવાનો છે ત્યારે યુવા મીકેનિકલ એન્જીનીયરો દેશના વિકાસનું ચાલકબળ બનશે તેવું જણાવ્યું હતું. ટ્રસ્ટ પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણિયાએ જણાવ્યું હતું કે ઇનોવેશન અને લર્નિંગ આજના એન્જીનીયરીંગમાં મહત્વની બાબતો છે. પ્રારંભમાં મીકેનિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કાંધલભાઇ જાડેજાએ ગોઢાણિયા એન્જીનીયરીંગ કોલેજમાં સાલતા સિવીલ, મીકેનિકલ, કેમિકલ અને કોમ્પ્યુટરના ડિગ્રી અભ્યાસક્રમો પૈકી મીકેનિકલ એન્જીનીયરીંગ વિશે માહિતી આપી હતી. પ્રો. ધવલ ભરવાડાએ જણાવ્યું હતું કે એન્જીનીયરીંગ શાખાઓ પૈકી ૪૮ જેટલી બ્રાન્ચ છે. મીકેનિકલ એન્જીનીયરોની દેશ-વિદેશમાં જબમી માગ છે. આ તકે આઇ.ટી. વિભાગના અધ્યક્ષ ધવલભાઇ ખેર, નિરાલીબેન દત્તાણી, લક્કીભાઇ ચાવડા, પ્રકાશભાઇ કડછા, ચેતનભાઇ જોષી, ડાયરેક્ટર દેવર્શિ વિસાણા, સેક્રેટરી કમલેશભાઇ થાનકી, નિયતીબેન મોઢવાડિયા સહિતના છાત્રો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડિયા, શાંતિબેન ઓડેદરા, ભરતભાઇ વિસાણા, હિનાબેન ઓડેદરા સહિતના ટ્રસ્ટ મંડળ દ્વારા આ સેમિનારને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

