નરસિંહ મહેતા સરોવરનુ રૂપિયા 60 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન થઈ રહ્યું છે જેના કારણે આસપાસની તમામ સોસાયટીઓ અને તેની આસપાસની જમીન મિલકત ખૂબ જ કિંમતી થઈ જાય તેમ છે આથી બિલ્ડરની નજર સરોવરની જમીન પર હોય તેવા પણ આક્ષેપો ઉઠ્યા છે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની આસપાસ રસ્તાઓ કાઢવા હોવાની અને અન્ય લાભ લેવા માટેની બિલ્ડર દ્વારા પહેરવી કરવામાં આવતી હોવાનું જૂનાગઢના રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે ખુદ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ મોટા માથા બિલ્ડરો દ્વારા કરવામાં આવતી કથિત પેશ કદમીને લઈ રૂબરૂ દોડી જાય અને દબાણ શાખાના અધિકારીઓને નરસિંહ મહેતા સરોવરની કીંમતી જમીન પર પેશકદમી અટકાવવા ખુદ પદાઅધિકારીઓ અને અધિકારીઓએ દોડી જવું પડ્યું હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે કડક કાર્યવાહી કરવાના અધિકારીઓને પણ આદેશ આપ્યા હતા. જેના કારણે દબાણ શાખાના સ્ટાફ દ્વારા તાત્કાલિક બિલ્ડર દ્વારા સરોવરના પાળા પર મૂકવામાં આવેલા સિમેન્ટના પોલને બહાર મૂકી દેવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના અમુક અધિકારીઓની બિલ્ડરો સાથે મિલી ભગતની અને મોટા વહીવટ થયો હોવાની ખુદ મનપાના શાસકોમાં ચર્ચા ચાલી રહી છે

