જુનાગઢ ના ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના દરબારમાં આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું? હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી હોય ત્યારે માતાજીની આરાધના કરવા માટે જુનાગઢ ના સુપ્રસિદ્ધ મીઠા ગરબાના આયોજકો દ્વારા ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા જ્યાં તેમને મા અંબાના સાનિધ્યમાં બેઠા ગરબાનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં માઈ ભક્તો આ બેઠા ગરબામાં જોડાયા હતા જેમાં બેઠા ગરબાના આયોજનમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા અને તેમના પરિવાર સાથે ગરબા માં હાજરી આપી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક માઈ ભક્તો પણ આ બેઠા ગરબાના આયોજનમાં જોડાયા હતા આ બેઠા ગરબા ના આયોજનમાં આવેલા માઈ ભક્તોનું મંદિરના મહંત ધનસુખગીરી બાપુ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના માટે બેઠક વ્યવસ્થા અને સ્વાગત કર્યું હતું. સૌપ્રથમ વખત કહી શકાય કે માતાજીના સાનિધ્યમાં બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય હાલ જ્યારે ચેત્રી નવરાત્રી ચાલતી હોય ત્યારે માતાજીની અલગ અલગ રીતે આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે ગિરનાર પર બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું

